Homeગુર્જર નગરીઘોલ માછલીએ ગીર સોમનાથના માછીમારને રાતો રાત કરોડપતિ બનાવી દીધો

ઘોલ માછલીએ ગીર સોમનાથના માછીમારને રાતો રાત કરોડપતિ બનાવી દીધો

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં એક માછીમાર રાતો રાત કરોડપતિ બની ગયો. એક માછલીએ તેની જિંદગી બદલી નાખી. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના સૈયદ રાજપરા બંદરના એક માછીમારની. માછીમારને ઘોલ નામની અતિ કિંમતી ગણાતી માછલીનો જથ્થો મળી આવ્યો છે. દરરોજ માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ માછીમારને ઘોલ નામની માછલી હાથ લાગતા તે કરોડપતિ બની ગયો છે. કેમ કે વૈશ્વિક માર્કેટમાં ઘોલ માછલીની કિંમત ખૂબ જ ઉંચી છે. ત્યારે સૈયદ રાજપરાના માછીમારને ઘોલ માછલી એક બે નહીં પરંતુ 2 હજાર નંગ જેટલી મળી આવી છે.

માછલીની અંદાજિત બજાર કિંમત 3 કરોડ રૂપિયા

ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના છેવાડાના દરિયાકાંઠે આવેલા સૈયદ રાજપરા ગામના બંદરનો એક માછીમાર ખલાસીઓ સાથે પોતાની ફીશીંગ બોટ લઈને દરિયામાં માછીમારી કરવા થોડા દિવસો પહેલા ગયો હતો. દરમિયાન ત્રણેક દિવસ પહેલા ગુજરાતના દરિયામાં ખાડી વિસ્‍તારમાં આ ફીશીંગ બોટ મચ્‍છી પકડવા માટે જાળ બિછાવી કામગીરી કરી રહી હતી. ત્યારે રાત્રિના સમયે કિંમતી ઘોલ નામની પ્રજાતિની માછલીનો જથ્‍થો માછીમારની જાળમાં ફસાયો હતો.. જાળમાં આવેલી સંખ્‍યાબંઘ ઘોલ માછલી એક ફીશીંગ બોટમાં રાખવી શકય ન હોવાથી માછીમારે તે જ વિસ્‍તારમાં માછીમારી કરી રહેલ પોતાના પરિચિતની અન્‍ય બે બોટોને બોલાવી હતી. બાદમાં પકડાયેલ સંખ્‍યાબંઘ ઘોલ માછલીઓને ત્રણેય બોટમાં રાખી સૈયદ રાજપરા બંદર પરત ફરી હતી. બંદરે પહોચ્‍યા બાદ ગણતરી હાથ ઘરતા અંદાજે 2 હજાર જેટલી ઘોલ માછલીનો જથ્‍થો પકડાયાનું સામે આવેલ હતું. પકડાયેલ માછલીના જથ્‍થાની બજાર કિંમત અંદાજે ત્રણેક કરોડ જેવી થતી હોવાનું જાણવા મળ્યું છે. આમ માછીમાર જોત જોતામાં કરોડપતિ બની ગયો છે. જેથી માછીમારનો પરિવાર પણ ખુશખુશાલ છે. કેમ કે તેમણે સ્વપ્ન પણ નહતું વિચાર્યું કે આ પ્રકારે તેમના પર રૂપિયાનો વરસાદ થશે.

માછીમારી વ્‍યવસાયના જાણકારના મતે ઘોલ નામની પ્રજાતિની માછલીની વૈશ્વિક સ્‍તરે ખૂબ ઊંચી કિંમત છે. આ માછલીના શરીરના અંદર બ્‍લેડર નામનો અંગ ખૂબ જ કિંમતી હોય છે. જયારે તેના માસનો વિદેશમાં સૂપમાં ઉપયોગ થાય છે. આ ઘોલ માછલીનો મેડિકલ અને વિદેશમાં ખાદ્યપદાર્થની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આ માછલી ફીશ મોઝનો વેપાર કરતા જ વેપારીઓ ઘોલ માછલી ખરીદ કરતા હોય છે.

advertisement-1

કિંમતી ઘોલ માછલી દરિયામાં મોટાભાગે ખાડી વિસ્‍તારના દરિયામાંથી જ મળી આવે છે. ગુજરાતમાં કચ્‍છ અને ગલ્‍ફની ખાડી વિસ્‍તારના દરિયામાં ઘોલ માછલી મળી આવે છે. હમેંશા ઘોલ માછલી દરિયામાં સમૂહમાં જ મળી આવે છે. કારણ કે ઘોલ માછલી દરિયામાં કયારેય એકલ દોકલ હોતી નથી. જેથી જયારે ઘોલ માછલી પકડાય ત્‍યારે તે મોટા જથ્‍થામાં જ મળી આવતી હોય છે. જેથી જે માછીમારની જાળમાં ઘોલ માછલી પકડાય તેને બહુ મોટી આવક થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments