Homeગુર્જર નગરીરાજકોટ: રિયા શર્માની ફ્રેન્ડ રિક્વેસ્ટ 31 હજારમાં પડી, જેમાં યુવતી સામેથી નિર્વસ્ત્ર...

રાજકોટ: રિયા શર્માની ફ્રેન્ડ રિક્વેસ્ટ 31 હજારમાં પડી, જેમાં યુવતી સામેથી નિર્વસ્ત્ર થઈ અને….

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રભરમાં બ્લેકમેઈલ કરી ઓનલાઈન છેતરપિંડીના બનાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી એક ટોળકી વીડિયોકોલ કરી, નિર્વસ્ત્ર થઈ, સ્ક્રિનશોટ પાડી લે છે અને પછી બ્લેકમેઈલ કરી સામેની વ્યક્તિ પાસેથી નાણા પડાવે છે. આ બનવા ફરી બન્યો છે. રંગીલા રાજકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મનીષભાઈએ આ અંગેની ફરિયાદ સાઈબર ક્રાઈમ વિભાગમાં નોંધાવી છે.

advertisement-1

મનીષભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રિયા શર્મા નામની અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ તેમને આવી હતી. આગળ પાછળનું જાણ્યા વગર મનીષભાઈએ રિયાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી. મોડી રાતે વીડિયોકોલ આવ્યો પરંતુ મનીષભાઈએ ઉપાડ્યો નહોતો. અહીં મેળ ન પડતા રિયા વોટ્સએપ સુધી પહોંચી ગઈ હતી અને તેનો વીડિયોકોલ ઉપાડવાનું કહ્યું હતું. મનીષભાઈ તેના કાવતરામાં ફસાઈ ગયા હતા અને વીડિયોકોલ ઉઠાવતા જ સામે મહિલા નગ્ન અવસ્થામાં નજરે પડી હતી.

advertisement-1

મહિલાએ મનીષભાઈને કપડાં ઉતારવાનું કહ્યું હતું, પરંતુ તેમને અજુગતુ અને દાળમાં કંઈક કાળું લાગતા એ જ સમયે વીડિયોકોલ કટ કરી નાખ્યો હતો. બાદમાં રિયા શર્માએ મેસેજ કરી જણાવ્યું હતું કે, હું તમારો વીડિયો ગ્રુપમાં ફેરવીશ. આમ કહી તેણીએ 31 હજારની માગણી કરી હતી અને ગૂગલ પેના નંબર પણ આપ્યા હતા. મનીષભાઈએ થોડા થોડા અંતરે 31 હજાર રૂપિયા પણ આપ્યા હતા.

advertisement-1

જોકે બ્લેકમેલ કરવાનું અટક્યું નહીં. રૂપિયા આપી દીધા છતાં સમયાંતરે ફરી રૂપિયા નહીં આપે તો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કરી દેવાની ધમકી મનીષભાઈને આપી હતી. મનીષભાઈએ બાદમાં આ અંગેની ફરિયાદ રાજકોટ સાઈબર ક્રાઈમમાં નોંધાવી હતી. જ્યાં કર્ણાટકમાં આ ઢબે જ લોકોને લૂંટતી ટોળકીની પોલીસે ધરપકડ કરી હોય, કર્ણાટક પોલીસની તપાસ બાદ રાજકોટ પોલીસ તેમનો કબ્જો લેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments