Team Chabuk-National Desk: ખેડૂત આંદોલનના સ્થળ કુંડલી બોર્ડર પર યુવકની બર્બરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા માટેની માંગણીને લઈ ચાલી રહેલા ધરણાસ્થળના મુખ્ય સ્ટેજની પાછળ બેરિકેડ પર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. તેને નૃશંસ રીતે માર માર્યા બાદ જમણો હાથ કાપી નાખવામાં આવ્યો છે અને જમીન પર ઢસડવામાં પણ આવ્યો છે.

વ્યક્તિનો જમણો હાથ કાપીને મૃતદેહની સાથે જ બાંધી દેવામાં આવ્યો છે. વ્યક્તિના એક હાથને દોરડા વડે લટકાવવામાં આવ્યો છે. આરોપ લાગ્યો છે કે આ જઘન્ય અપરાધને ધરણાસ્થળ પર જ કેટલાક લોકોએ અંજામ આપ્યો છે. તેની ગરદન પર પણ ધારદાર હથિયારથી પ્રહાર કરવામાં આવ્યો છે. હજુ સુધી મૃતદેહની ઓળખ નથી થઈ. બીજી બાજુ મૃતદેહ નજરે ચડતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શુક્રવારના રોજ સવારમાં કુંડલી બોર્ડર પર સંયુક્ત કિસાન મોર્ચાની મુખ્ય મંચની પાછળ બેરિકેડ પર એક વ્યક્તનનો મૃતદેહ લટકતો મળ્યો હતો. લોકોએ મૃતદેહને જોતા પોલીસને અવગત કરી હતી. સૂચના મળ્યા બાદ પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો ત્યાં લોકોનો જમાવડો થઈ ગયો હતો અને હંગામો થઈ ગયો હતો. અહીં મૃતદેહને ઉતારવા દેવામાં નહોતો આવી રહ્યો. બાદમાં ખેડૂત નેતાઓએ આગળ આવી મૃતદેહને ઉતારવા દીધો હતો. મૃતક વ્યક્તિએ શરીરમાં સફેદ કલરનો પાયજામો પહેર્યો છે. હજુ સુધી તેની ઓળખ નથી થઈ.

દૈનિક ભાસ્કર હિન્દીની રિપોર્ટ મુજબ, ‘નિહંગોનો આરોપ છે કે, યુવકને ષડયંત્ર હેઠળ મોકલવામાં આવ્યો હતો. આ માટે તેને ત્રીસ હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. યુવકે અહીં પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબનું અંગ ભંગ કર્યું હતું. નિહંગોને જ્યારે ખબર મળી ત્યારે તેને પકડી લેવામાં આવ્યો. આ ઘટનાને સંલગ્ન એક વીડિયો હોવાની પણ વાતો થઈ રહી છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત