Homeગામનાં ચોરેદહેરાદૂનમાં સહપાઠીએ વિદ્યાર્થિનીને ધોળા દિવસે છાતીમાં ગોળી ધરબી દીધી, કારણ જાણી કહેશો...

દહેરાદૂનમાં સહપાઠીએ વિદ્યાર્થિનીને ધોળા દિવસે છાતીમાં ગોળી ધરબી દીધી, કારણ જાણી કહેશો કે આમાં વાંક કોનો?

Team Chabuk-National Desk: દહેરાદૂનમાં ગુરુવારના રોજ એક વિદ્યાર્થિનીની તેના સહપાઠી વિદ્યાર્થીએ છાતીમાં ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. દહેરાદૂનમાંથી આરોપી વિદ્યાર્થી ભાગવાની પૂરી તૈયારી કરી ચૂક્યો હતો, પરંતુ પોલીસની નાકાબંધીમાં તે ઝડપાઈ ગયો. રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારની દાદા નગર સ્થિત એક ખાનગી કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીને તેના જ પરિચિત આદિત્ય તોમર નામના યુવકે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના સહસ્ત્રધારા રોડ સ્થિત સિદ્ધાર્થ કોલેજ ડાંડા ખુદાનેવાલામાં ઘટી છે. મૃતક છાત્રા ફાર્મસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગોળી લાગ્યા બાદ વિદ્યાર્થિનીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.

મૃતક છાત્રા વંશિકા બંસલ કૃષ્ણા નગર જ્વાલાપુર હરિદ્વારની રહેવાસી હતી. જે દહેરાદૂનમાં કોલેજના હોસ્ટેલમાં રહેતી હતી. ગુરુવારની સાંજે એ પોતાની બહેનપણી મમતાની સાથે હોસ્ટેલની બહાર એક દુકાનમાંથી સામાન ખરીદી રહી હતી. એ સમયે દહેરાદૂનના સુન્દરવાલા રાયપુરનો રહેવાસી અને તેનો સહપાઠી આદિત્ય તોમર પોતાની બાઈક લઈ પહોંચ્યો હતો. એ વિદ્યાર્થિની વંશિકાને જબરદસ્તી ખેંચીને બાઈક પર બેસાડવા પ્રયત્ન કરવા લાગ્યો. વંશિકાએ વિરોધ વ્યક્ત કર્યો તો બંદૂક કાઢી તેણે વંશિકાની છાતીમાં ધરબી દીધી હતી. એ પછી આરોપી બાઈક અને બંદૂક ત્યાં છોડી ફરાર થઈ ગયો હતો.

વંશિકાની ઘટના સ્થળ પર જ મોત થઈ ગઈ હતી. ધોળા દિવસે થયેલી હત્યા બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે સ્થાનિકોની પૂછપરછ કરી હતી અને પછી ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતા. પોલીસ સામે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો પણ હત્યા પાછળનું જે કારણ જાણવા મળ્યું તેનાથી પોલીસ હેરાન રહી ગઈ હતી. મૃતક વંશિકાએ એક મહિના પહેલા સોશિયલ મીડિયા પર એક ફોટો અપલોડ કર્યો હતો. જેમાં આરોપી આદિત્યએ કોમેન્ટ કરી હતી. કોમેન્ટને લઈ બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી અને વિવાદનો જન્મ થયો હતો. જે વંશિકાની મોતનું કારણ બન્યો.

એટલું જ નહીં છોકરીએ આદિત્યની ફરિયાદ તેના ક્લાસના મિત્રોને કરી હતી અને મિત્રોએ આરોપી આદિત્યના પરિવારના લોકોને તેની જાણકારી આપી હતી. આગામી દિવસે આ વાતને લઈ બંને વચ્ચે ફરી ચકમક ઝરી હતી. જ્યાં છોકરીના મિત્રોએ તેને ડરાવ્યો અને ધમકાવ્યો હતો અને છોકરીના પગ સ્પર્શ કરાવડાવી માફી મંગાવી હતી. અંતે આવેશમાં આવી જઈ આદિત્યએ યુવતીને ભરબજારમાં છાતીમાં ગોળી ધરબી દીધી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments