Team Chabuk-Gujarat Desk: લખવા માટેની કોઈ ઉંમર નથી હોતી. આ વાક્યને સિદ્ધ કરી બતાવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામમાં રહેતા એક દાદીમાએ. આ દાદીનું નામ વાસુબા કરશનભાઈ ઝાલા છે. ઉંમર તો 95 વર્ષની છે પણ તેમને આટલા ચુસ્તુ દુરુસ્ત રાખવામાં કોઈએ મહત્વનો ફાળો ભજવ્યો હોય તો ધાર્મિક પુસ્તકોનું વાંચન અને લેખન.
તેઓ આજકાલથી નહીં પણ છેલ્લા પચાસ વર્ષથી ધાર્મિક પુસ્તકોનું અહર્નિશ વાંચન કરતા હતા. વાંચતા જઈએ તો લખવાનું પણ મન થાય. વાસુબાએ લખ્યું પણ ખરું. છેલ્લા અગિયાર વર્ષથી વસુબા સ્વ હસ્તાક્ષરે પુસ્તકો લખી રહ્યા છે. જે જે ધાર્મિક પુસ્તકો વાંચ્યા, જેવા કે રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, શિવપૂરાણ એ બધાનો સાર ચોપડામાં પોતાની રીતે ઉતારે છે. આ કોઈ વાંચે અને પ્રસિદ્ધિ મળે એ માટે નથી. વસુબા તો આ કાર્ય નિજાનંદ માટે કરી રહ્યા છે.
ભગવાન રામ, કૃષ્ણ, શિવ સહિત અસંખ્ય દેવી દેવતાઓ પર પણ વેરાવળના વાસુબાએ ભાવ ગીતો લખ્યા છે. પચાસ વર્ષ સુધી વાંચ્યું અને છેલ્લા અગિયાર વર્ષની લેખનપ્રવૃતિના કારણે તેઓ 60 જેટલા પુસ્તકો ચોપડામાં લખી ચૂક્યા છે. પ્રકાશિત થાય કે ન થાય પણ કર્મ કરીએ જવાનું. વસુબાનું જીવન જ ધર્મમય છે. સવારમાં ચાર વાગ્યે વહેલા ઉઠી જાય છે. આરતી-પૂજાનું નિત્ય કામ પતાવ્યા પછી લેખન પ્રવૃતિ શરૂ કરે. સાંજના ધાર્મિક સિરીયલો જુએ. અન્યોને પણ ધાર્મિક વાતો કરે. મજ્જાની લાઈફ. ઢળતી ઉંમરે ખૂદને વ્યસ્ત રાખો તો ખબર પણ ન પડે કે ક્યારે 100નો આંકડો ટપી ગયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
