Team Chabuk-National Desk: મુંબઈના ધારાવીમાં સોમવારે વિદ્યાર્થીઓ દ્વારા મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની માગણી હતી કે ધોરણ દસ અને બારની પરીક્ષા ઓફલાઈન ન કરતા ઓનલાઈન આયોજન કરવામાં આવે. હજુ સુધી સરકારે આ માગણીનો સ્વીકાર નથી કર્યો. એવામાં વિદ્યાર્થીઓ વિરોધ કરતા રહ્યા હતા. પોલીસને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. હવે આ સમગ્ર ઘટનામાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર વિકાસ પાઠક ઉર્ફ હિન્દુસ્તાની ભાઉની (Hindustani Bhau) ધરપકડ કરવામાં આવી છે. તેના પર વિદ્યાર્થીઓને પ્રદર્શન માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુસ્તાની ભાઉએ (Hindustani Bhau) પ્રદર્શન પૂર્વે વિદ્યાર્થીઓને ઉશ્કેરવાનું કાર્ય કર્યું હતું. તેણે જ વિદ્યાર્થીઓને શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડના મુંબઈ સ્થિત ઘરની બહાર પ્રદર્શન કરવાનું કહ્યું હતું. જે પછી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એવામાં પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. હિન્દુસ્તાની ભાવ સિવાય વધુ કેટલાક લોકોની ઉપર ફરિયાદ દાખલ થઈ છે.
હજુ સુધી વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત નથી થયો. એ હજુ પોતાની માગ પર અડગ છે. સરકારને સતત અપીલ કરી રહ્યા છે કે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન કરવામાં આવે. મુંબઈ સિવાય પુણે, નાગપુર, ઔરંગાબાદમાં પણ છાત્રો પરીક્ષા ઓનલાઈન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલીક જગ્યાએ પોલીસને બળ પ્રયોગ પણ કરવો પડ્યો છે.
ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓની માગણીઓ સાથે ઊભી રહી છે. પોલીસના લાઠીચાર્જને પણ ખોટો ઠેરવી રહી છે અને રાજ્યની સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે સીએમ ઉદ્ધવ ઠાકરેને સ્વયં આ ઘટનામાં દખલ આપવી જોઈએ અને વિદ્યાર્થીઓની માગણી પર વિચાર વિમર્શ કરવો જોઈએ.
હવે આ વર્ષે ધમસાણની વચ્ચે બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નિર્ધારિત સમયે ઓફલાઈન આયોજન કરવામાં આવશે. ધોરણ દસની પરીક્ષા 25મી ફેબ્રુઆરીથી જ્યારે 12માં ધોરણની પરીક્ષા 14મી ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત