Team Chabuk-Sports Desk: ઈંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર ટિમ બ્રેસનને (tim bresnan) ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. આ અંગે સોમવારના રોજ તેની કાઉન્ટી ટીમ વારવિકશાયરે ટ્વીટ કરી જાણકારી આપી હતી. 36 વર્ષીય બ્રેસનનને ગત વર્ષે એપ્રિલ મહિનામાં વારવિકશાયર તરફથી ટીમની કેપ મળી હતી. એ પછી તે ટીમનો મુખ્ય સદસ્ય બન્યો હતો અને બેટની સાથે બોલથી પણ કમાલ કરી બતાવ્યો હતો.
બ્રેસનને એક નિવેદનમાં કહ્યું હતું કે, આ અવિશ્વસનિયરૂપથી મારા માટે એક આકરો નિર્ણય રહ્યો. પણ શિયાળામાં ટ્રેનિંગથી પરત ફર્યાં બાદ મને લાગ્યું કે મારે ક્રિકેટને અલવિદા કહેવાનો ઉચિત સમય આવી ગયો છે. મેં આગામી સીઝનની તૈયારી માટે આકરી મહેનત ચાલુ રાખેલી. પણ અંદરથી મને લાગી રહ્યું હતું કે હું એ સ્ટેન્ડ સુધી નથી પહોંચી શકતો. જે મેં ખૂદ માટે અને સાથી ખેલાડીઓ માટે નક્કી કર્યું છે.
પોતાના નિવેદનમાં તેણે આગળ કહ્યું કે, રમત માટે ભૂખ અને ઉત્સાહ મારી અંદર હતો. મને લાગે છે કે એ ક્યારેય નહીં છૂટે. મારું મન કહી રહ્યું છે કે હું 2022ની સીઝન રમી શકું છું, પણ શરીર આ માટે તૈયાર નથી. હું હંમેશા મારી કારકિર્દીને ગર્વની સાથે જોઉં છું અને વારવિકશાયર અને દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સન્માનની વાત છે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે હું કેટલાક શ્રેષ્ઠ ક્રિકેટરોની સાથે અને સામે રમીશ.
બ્રેસનની કારકિર્દીની વાત કરવામાં આવે તો 23 ટેસ્ટમાં 72 વિકેટ લીધી હતી. આ સિવાય 85 વનડે મેચમાં 109 વિકેટ તેના નામે છે. તેણે ઈંગ્લેન્ડ માટે 34 ટી ટ્વેન્ટી મેચમાં 24 વિકેટ પણ લીધી હતી. વર્ષ 2001થી 2019 સુધી યોર્કશાયરની તરફથી તે કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. તેણે જૂન 2020માં યોર્કશાયર છોડી વારવિકશાયરની સાથે બે વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. બ્રેસનને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં સાત સેન્ચુરીની સાથે સાત હજારથી વધારે રન બનાવ્યા અને 31ની એવરેજ સાથે 575 વિકેટ પણ લીધી હતી. બ્રેસનન 2010માં ટી ટ્વેન્ટી ટ્રોફી જીતનારી ઈંગ્લેન્ડની ટીમનો ભાગ પણ હતો.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા