Homeગુર્જર નગરીઅમદાવાદઃ ઝાયડસ બ્રિજ પર ડમ્પર પાછળ એક્ટિવા ટકરાતા વિદ્યાર્થિનીનું મોત

અમદાવાદઃ ઝાયડસ બ્રિજ પર ડમ્પર પાછળ એક્ટિવા ટકરાતા વિદ્યાર્થિનીનું મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શહેરમાં ફરતાં મોટા ટ્રકો અને ડમ્પરો સાથે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સવારે શહેરના એસજી હાઈવે પર એક વિદ્યાર્થિનીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે.

મૃતક વિદ્યાર્થિની ગણપતિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થિની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થિનીએ હેલમેટ પહેર્યું હોવા છતાં અકસ્માતમાં બચી શકી નહતી.

મળતી વિગતો મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર સવારે 6.30 વાગે ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં વિદ્યાર્થિની બચી શકી ન હતી. વિદ્યાર્થિની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગેની જાણ થતાં જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ જઈ રહ્યું હતું તેને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments