Homeગુર્જર નગરીરહસ્યમય ગોળા પડવાનો સિલસિલો યથાવતઃ હવે સુરેન્દ્રનગરના સાયલામાં ગોળો પડ્યો

રહસ્યમય ગોળા પડવાનો સિલસિલો યથાવતઃ હવે સુરેન્દ્રનગરના સાયલામાં ગોળો પડ્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી આકાશમાંથી રહસ્યમય ગોળા પડતાં હોવાની ઘટના સામે આવી રહી છે. ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં આ ભેદી ગોળા પડ્યા હોવાનું સામે આવ્યું છે. લોકોનું માનવું છે કે આ ગોળા અવકાશમાંથી પડી રહ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ આવો જ એક ભેદી ગોળો મળી આવ્યો છે. આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ એક ગોળો વરસ્યો હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના ભેદી ગોળા મળી આવ્યા છે. સૌ પ્રથમ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકુવામાંથી અલગ અલગ ત્રણ ગોળા મળી આવ્યા હતા. આ ગોળા અંગેની વધુ તપાસ થાય તે પહેલાં જ ખેડા જિલ્લાના નડિયાદના ભૂમેલ ગામની સીમમાં એક વાડીમાં એક ગોળો પડ્યો હતો. ત્યારબાદ વડોદરા જિલ્લાના પોઈચા ગામના ખેતરમાંથી પણ આવો જ પદાર્થ મળી આવ્યો હતો. ત્યારે હવે આજે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરિયાની વાડીમાં ભેદી પદાર્થ પડ્યો હતો. રાજ્યમાં સતત ચાર દિવસથી અવકાશમાંથી ભેદી પદાર્થ વરસવાનું ચાલુ રહેતા લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામમાં સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાની વાડીમાં ઉપર આભમાંથી ભેદી ગોળા વરસતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા આ ભેદી ગોળા જેવા પદાર્થને જોવા વાડીએ દોડી ગયા હતા. ત્યારબાદ દેવગઢના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયા દ્વારા આ ઘટના અંગે સરપંચને જાણ કરી લાગતા વળગતા સંબંધિત તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. સાયલાના દેવગઢ ગામના સુરેશભાઈ લાલજીભાઈ સાકરીયાએ જણાવ્યું કે, મારી વાડીમાં આકાશમાંથી ગોળા જેવો પદાર્થ નીચે પટકાયા બાદ એને ખોલીને જોતા વાળના ગુચ્છા જેવો પદાર્થ જોવા મળ્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments