Homeગુર્જર નગરીસુરતમાં કિશોરીએ ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પ્રેમી સાથેનો ઝઘડો...

સુરતમાં કિશોરીએ ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાની ચર્ચા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં દિવસે દિવસે આત્મહત્યાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સુરતમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના ઉન પાટીયામાં એક કિશોરીએ ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું છે. કિશોરીએ ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આત્મહત્યા કરનાર કિશોરી એક યુવક સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમમાં હતી. કલાકો સુધી બાથરૂમમાં બેસીને પ્રેમી સાથે ફોનમાં વાતચીત કરતી કિશોરીએ બાથરૂમમાં જ આત્મહત્યા કરી લેતાં પ્રેમી સાથે ફોન પર ઝઘડો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આત્મહત્યા કરનાર કિશોરીના પિતાએ જણાવ્યું કે, તેઓ મીલમાં કામ કરે છે. ત્રણ સંતાનોમાં આત્મહત્યા કરનાર દીકરી બીજા નંબરની દીકરી હતી. વતન કોલકોતામાં અભ્યાસ કરતી કિશોરીએ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજ કરવાનું શરૂ કર્યું હતું.

પિતાએ આગળ જણાવ્યું હતું કે, શુક્રવારની રાત્રે ભોજન બાદ તમામ પરિવારના લોકો સૂઈ ગયા હતા. સવારે પત્નીની આંખ ખુલતા તેમની દીકરીને બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હોંશ ગુમાવી બેઠી હતી. પત્નીની બુમાબુમ બાદ પરિવાર દીકરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયો હતો પરંતું હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના આ પ્રકારના અતિંમ પગલાંને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

પિતાએ કહ્યું કે, વતન કોલકોતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા એક યુવક જોડે દીકરીને એક વર્ષથી પ્રેમ થઈ ગયો હતો. અવાર નવાર પરિવારથી છુપાઈને બાથરૂમમાં એક એક કલાક સુધી મોબાઈલ પર વાત કરતા પકડાય ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઈ હતી. એટલું જ નહીં પણ કિશોરીની આત્મહત્યા પાછળ પણ પ્રેમી સાથેનો ઝગડો કારણભૂત હોય શકે છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments