Team Chabuk-National Desk: ટ્વીટરનું અલ્ગોરિધમ વામપંથી વિચારધારાની જગ્યાએ દક્ષિણપંથી પાર્ટીઓના ટ્વીટ્સને વધારે પ્રાથમિકતા આપે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસ કરનારી કંપનીનું કહેવું છે કે, તેણે ટ્વીટરના અલ્ગોરિધમના કામ કરવાની પદ્ધતિ પર અધ્યયન કર્યું. જેમાં એ વાત સામે આવી કે, ટ્વીટર પોતાના યુઝર્સની દક્ષિણપંથી રાજનીતિક વિચારધારા ધરાવતી પાર્ટીઓની ટ્વીટને આગળ લાવે છે.
સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ દુનિયાના સાત દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન, સ્પેન, બ્રિટેન અને અમેરિકા પર આ અભ્યાસ કર્યો હતો. આ દેશોની રાજનીતિક પાર્ટીઓ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલી 1 એપ્રિલ 2020થી 15 ઓગસ્ટ સુધીની સામગ્રીઓની તપાસ કરવામાં આવી. જેમાં એ જોવામાં આવ્યું કે, ટ્વીટરનું અલ્ગોરિધમ કયા ટ્વીટને વધારે મહત્વ આપી રહ્યું છે. આ અધ્યયનમાં એ સામે આવ્યું છે કે મુખ્યધારાની દક્ષિણપંથી પાર્ટીઓના ટ્વીટને લેફ્ટની વિચારધારા ધરાવતી પાર્ટીઓની તુલનાએ વધારે પ્રાથમિકતા મળી છે.
ટ્વીટર મેટા ટીમના નિર્દેશક રુમ્મન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આની પાછળનું કારણ શું છે? સામે આવી રહ્યું છે કે વામપંથી વિચારધારાની ટ્વીટની તુલનાએ દક્ષિણપંથી વિચારધારાની ટ્વીટ અલ્ગોરિધમમાં ઝડપથી આગળ વધી રહી છે. જોકે આ સવાલોનો તાત્કાલિક જવાબ આપવો થોડો મુશ્કેલ છે.
આ પ્રથમ વખત નથી કે જ્યારે ટ્વીટરના અલ્ગોરિધમ પર સવાલો ઉઠ્યા હોય. આ પહેલા એપ્રિલ મહિનામાં પણ થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે, કાળા લોકોની તુલનાએ ટ્વીટર ગોરા અને યુવાન લોકોને વધારે મહત્વ આપી રહ્યું છે. રિસર્ચમાં સામે આવ્યું હતું કે, જ્યારે એક તસવીરમાં બે લોકો હોય છે, ત્યારે પ્રિવ્યૂ માટે ટ્વીટર એ તસવીરને પસંદ કરે છે કે, જે અપેક્ષાકૃત ગોરા વ્યક્તિની હોય. એ પછી ટ્વીટરે પોતાની નીતિમાં બદલાવ કર્યો છે અને કહ્યું કે, પોતની તસવીરને યુઝર્સ ખૂદ જ એડિટ કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત