Homeગુર્જર નગરીખાખી પહેરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક, રાજ્ય સરકારે 10 હજારથી વધુ...

ખાખી પહેરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક, રાજ્ય સરકારે 10 હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત

Team Chabuk-Gujarat Desk: ગુજરાત પોલીસમાં ફરજ બજાવવા માંગતા યુવક-યુવતીઓ માટે રાજ્ય સરકારે સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ દળમાં લોકરક્ષક કેડરની હથિયારી/બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને એસ.આર.પી.એફ કોન્સ્ટેબલ વર્ગ-3 સંવર્ગની ભરતી માટેની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પોલીસ બનવાનું સ્વપ્ન સેવતા યુવક-યુવતીઓ માટે આ સૂવર્ણ તક છે. કુલ 10,459 જગ્યાઓ માટે રાજ્ય સરકાર સીધી ભરતી કરવા જઈ રહી છે. લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ ઓજસ વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે. આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩ ઓક્ટોબર, 2021 (બપોર 3 કલાકે  થી તારીખ 9 નવેમ્બર, 2021 (રાત્રે 11.59 સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પોલીસ વિભાગમાં ભરતીમાં શારીરિક કસોટીમાં ઉતિર્ણ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોને હાશકારો થયો છે. આ ઉપરાંત લેખિત પરીક્ષામાં 2 કલાકનો સમય આપવામાં આવશે. લેખિત પરીક્ષાના કુલ 100 ગુણ રહેશે. 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને 2 કલાકનો સમય આપવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments