Homeગામનાં ચોરેVeena Kapoor: જેમની હત્યાની વાત હતી એ અભિનેત્રી વીણા કપૂર જીવિત છે...

Veena Kapoor: જેમની હત્યાની વાત હતી એ અભિનેત્રી વીણા કપૂર જીવિત છે ! તો જેમની હત્યા થઈ તે કોણ છે ?

Team Chabuk-National Desk: તાજેતરમાં જ એવા સમાચારો વહેતા થયા હતા કે, જાણીતી અભિનેત્રી વીણા કપૂરની હત્યા થઈ ગઈ છે. અને હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેમના પુત્રએ જ કરી હોવાનો દાવો કરાયો હતો. એટલું જ નહીં વીણા કપૂરના ફેન્સે પણ આ વાતને સાચી માનીને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જો કે, હવે આ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે અને વીણા કપૂર અચાનક પોલીસ સ્ટેશનમાં જીવિત પ્રગટ થયા છે ! તેઓ જાતે પોલીસ સ્ટેશને ગયા અને પોતાની હત્યાની વાત ફેલાવનારા અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

આ સમગ્ર ઘટના અંગે લોકોએ માત્ર વીણા કપૂરને શ્રદ્ધાંજલિ જ ન પાઠવી પરંતુ તેમના પુત્રનો સોશિયલ મીડિયા પર ઉધડો લીધો. હવે આ મુદ્દે વીણા કપૂરે અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વીણા કપૂરે આરોપ લગાવ્યો છે કે, મારા મૃત્યુ વિશે ખોટી અફવા ફેલાવાઈ રહી છે. તેમણે કહ્યું કે, મને સમજાઈ નથી રહ્યું કે આ બધુ કોણ કરી રહ્યું છે ? અને શા માટે કરી રહ્યું છે ? વીણા કપૂરે કહ્યું કે, હું જીવિત છું છતાં મારા મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેથી હું આશ્ચર્યચકિત છું.

એક ખાનગી અખબાર સાથે વાતચીત દરમિયાન વીણા કપૂરે કહ્યું કે, મૃત્યુના સમાચાર આવ્યા બાદ તેમને કામ મળતું બંધ થઈ ગયું છે અને તેઓ પરેશાન છે. આ જ વાતને લઈને તેઓ પોતાના કામ પર પણ ફોકસ નથી કરી શકતા. તેમણે કહ્યું કે, હું જીવિત છુ.. મને મારા દીકરાએ નથી મારી. જ્યારે તેમના પુત્રએ કહ્યું કે, તેમને કેટલાય ફોન આવી રહ્યા છે કે તે તારી માતાની હત્યા કરી દીધી. અભિષેકે જણાવ્યું કે, હું આવી વાતો સાંભળીને બીમાર પડી ગયો. હું માતાને બહું પ્રેમ કરું છું આવી વાત વિચારી પણ ન શકું.

હત્યાની વાત વહેતી થતાં ન માત્ર સામાન્ય લોકોએ પરંતુ સેલેબ્સે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. જાણીતી એક્ટ્રેસ નીલુ કોહલીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, વીણાજી આપની સાથે બહું ખોટું થયું. આ સાંભળીને મારુ હ્રદય તૂટી ગયું છે. શું બોલું ? શબ્દો નથી. આપે કેટલાય વર્ષો સુધી સ્ટ્રગલ કરી. આપની આત્માને શાંતિ મળે. જો કે, હવે તમામ કન્ફ્યૂઝન દૂર થઈ ગયા છે. અભિનેત્રી વીણા કપૂર જીવિત છે અને એકદમ સ્વસ્થ છે.

બીજી તરફ પોલીસ અધિકારીએ ખુલાસો કર્યો કે, જૂહુ વિસ્તારમાં વીણા કપૂરની હત્યા થઈ છે તે સાચી વાત છે પરંતુ તે અભિનેત્રી વીણા કપૂર નથી. ભળતા નામના કારણે આ સમસ્યા સર્જાઈ છે. વીણા કપૂરની હત્યા તેના દીકરા સચિને કરી હતી. જે બાદ તેના મૃતદેહને છુપાવી દીધો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments