Homeગુર્જર નગરીજૂનાગઢની યુવતી માતા-પિતાને જમવામાં ઊંઘનો પદાર્થ આપી ડેબિટ-ક્રેડિટ કાર્ડ લઈ ફરાર,...

જૂનાગઢની યુવતી માતા-પિતાને જમવામાં ઊંઘનો પદાર્થ આપી ડેબિટ-ક્રેડિટ કાર્ડ લઈ ફરાર, મોબાઈલ ટ્રેસમાં છેલ્લે આ લોકેશન મળ્યું

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરમાં માતા-પિતાને ભોજનમાં ઘેન (નીંદર) નો પદાર્થ આપી યુવતી પલાયન થઈ ગઈ છે. યુવતી ઘરમાંથી 7 અલગ-અલગ ડેબિટ ક્રેડિટ કાર્ડ લઇ પલાયન થઈ ગઈ છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. મોબાઈલ ટ્રેસમાં યુવતીનું લોકેશન છેલ્લે ઉત્તરપ્રદેશ મળ્યું છે. આ યુવતી કૉલેજમાં અભ્યાસ કરે છે. જૂનાગઢ શહેરના મોતીબાગ નજીક આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતી21 વર્ષની યુવતીએ ગત તારીખ 7નાં બપોરે રોટલીમાં ઘેનની દવા નાખી તે રોટલી માતા-પિતાને ખવડાવી હતી. ઘેનની અસરના કારણે માતાપિતા ઊંઘી ગયા બાદ આ યુવતી ઘરમાંથી તમામ મોબાઈલ અને સાત એટીએમ તથા ક્રેડીટકાર્ડ લઈને જતી રહી હતી. આ કાર્ડમાંથી અનેક ટ્રાન્ઝેક્શન થયા છે. પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ કરતા તારીખ 7ના યુવતીના મોબાઈલનું લોકેશન રાજકોટ માધાપર ચોકડી નજીક આવ્યું હતું.

મીડિયા અહેવાલ અનુસાર આ યુવતીના ટ્રાન્ઝેક્શન મુજબ તેણી ફ્લાઈટમાં રાયબરેલી ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ અંગે સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એમ.વાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. યુવતીને લોકેશન છેલ્લે રાજકોટનું આવ્યું હતું. મોબાઈલ અને એટીએમ તેમજ ક્રેડીટકાર્ડના ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

(ઉપરોક્ત તસવીર પ્રતિકાત્મક છે)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments