HomeતાપણુંSukhvinder Singh Sukhu: સુખવિંદર સિંહ સુખુ હશે હિમાચલપ્રદેશના નવા મુખ્યમંત્રી

Sukhvinder Singh Sukhu: સુખવિંદર સિંહ સુખુ હશે હિમાચલપ્રદેશના નવા મુખ્યમંત્રી

Team Chabuk-Political Desk: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પરિણામો બાદથી મુખ્યમંત્રી પદને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો હતો, ત્યારબાદ સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશની કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને 40 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 25 બેઠકો મળી હતી. આ સિવાય અપક્ષોએ 3 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા ન તો હિમાચલ માટે કોઈ નેતાને મુખ્યમંત્રીનો ચહેરો બનાવ્યો હતો અને ન તો પછીથી મુખ્યમંત્રી પદ માટેના નામની જાહેરાત કરી હતી. પરંતુ હવે સુખવિંદર સિંહ સુખુ હિમાચલના આગામી મુખ્યમંત્રી હશે. મુકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી હશે.

હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી. 8 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદથી જે નામો ચર્ચામાં હતા તેમાં સુખવિંદર સિંહ સુખુ, પ્રતિભા સિંહ અને મુકેશ અગ્નિહોત્રીના નામ મોખરે હતા. તમામ અટકળો વચ્ચે હિમાચલ પ્રદેશ કૉંગ્રેસના નેતા સુખવિંદર સુખુને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

સુખવિંદર સિંહ સુખુ હિમાચલ પ્રદેશની નાદૌન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપના વિજય કુમારને 3,363 મતોના માર્જિનથી હરાવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદની રેસમાં સુખુ સૌથી આગળ હતા. સુખવિંદર સિંહને 50.88% વોટ શેર સાથે 36142 વોટ મળ્યા, જ્યારે બીજેપીના વિજય કુમારને 46.14% વોટ શેર સાથે 32,779 વોટ મળ્યા. જ્યારે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈંકી ઠુકરાલને માત્ર 1,487 વોટ મળ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments