Homeગુર્જર નગરીઅમદાવાદઃ યુવતી પર કોલેજના રૂમમાં દુષ્કર્મ

અમદાવાદઃ યુવતી પર કોલેજના રૂમમાં દુષ્કર્મ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના પાલડીમાં રહેતી એક યુવતી પર કોલેજના રૂમ સહિત અનેક જગ્યાએ દુષ્કર્મ આચરાયું. એક યુવકે યુવતની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કોલેજના અવાવરુ રૂમમાં દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે.

આરોપી યુવક યુવતીને આશ્રમરોડ પર આવેલી કોલેજના અવાવરુ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહીં ત્યારબાદ રાયપુર અને વસ્ત્રાપુર તળાવની આસપાસની હોટલોમાં લઈ જઈ અનેકવાર શરીરસબંધ બાંધ્યો હોવાનો દાવો છે. યુવતીએ લગ્નની વાત કરતા યુવકે લગ્ન કરવાનો ઈન્કાર કરી દેતા યુવતીએ યુવક વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

rape

પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ પાલડીમાં રહેતી યુવતી આશ્રમરોડ સ્થિત એક કોલેજમાં અભ્યાસ કરે છે. કોલેજમાં તેની સાથે અભ્યાસ કરતા સંજય સોલંકી સાથે યુવતીને ઓળખાણ થયા બાદ સંજયે યુવતીને તે પ્રેમ કરતો હોવાનુ કહીને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. યુવતીએ સંજય પર વિશ્વાસ મુકી તેના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ એક દિવસે સંજયે યુવતીને કોલેજના એક અવાવરુ રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ ત્યારબાદ દુષ્કર્મનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

જો કે, જ્યારે યુવતીએ સંજયને લગ્નની વાત કરતા શરૂઆતમાં તેણે વાયદા આપવાનુ શરૂ કર્યુ હતુ. યુવતીએ લગ્ન માટે જીદ કરતા સંજયે ઝઘડો કરીને યુવતીને સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. લગ્નનો ઈન્કાર કરતા ભાંગી પડેલી યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સંજય સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments