Homeગુર્જર નગરીસુરતઃ"મને તારી પ્રેમિકા સાથે વાત કરાવ" કહેતા મિત્રએ મિત્રને રહેંસી નાખ્યો

સુરતઃ”મને તારી પ્રેમિકા સાથે વાત કરાવ” કહેતા મિત્રએ મિત્રને રહેંસી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: સુરતમાં થોડા દિવસ પહેલાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને હરિયાણાથી ઝડપી લીધો છે. યુવકની હત્યા કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. ફૂલવાડી ભરીમાતા રોડ, નહેરુનગર ઝુપડપટ્ટી પાસે તાપી નદી પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ મોહમ્મદ જરદાર નામના યુવક તરીકે થઈ હતી.

સુરતના નહેરુનગર ઝુપડપટ્ટી પાસેથી એક યુવાનની ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સમગ્ર હત્યા કેસની તપાસ બજાર પોલીસે શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ કે, મૃતક મોહમ્મદ સાડીના કારખાનામાં કામ કરતો હતો. જેની સાથે એક પવન નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો જે મૂળ હરિયાણાનો હતો. જેના પર પોલીસને શંકા હતી.

શંકાના આધારે પોલીસની એક ટીમ પવનને શોધવા માટે તેના હરિયાણા પહોંચી હતી જ્યાંથી તેની અટકાયત કરી હતી. જે બાદ પવનની કડક શબ્દોમાં પૂછપરછ કરતા પવને પોપટ જેમ મોઢુ ખોલ્યું હતું અને હત્યાની કબૂલાત કરી હતી.

Friend killed Friend in Surat

આરોપી પવને કહ્યું કે, પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમિકા સાથે વાત કરતો હતો, જેની સાથે મિત્રતા કરાવવા માટે મોહમંદ જરદાર પવનને દબાણ કરતો હતો. 11 જૂન 2023ના રોજ રાત્રે 9 વાગ્યાની આસાપાસ પવન તથા મૃતક જરદાર ફુલવાડીમાં તાપી નદીની પાળા પર બેઠા હતા. દરમિયાન પવન તેની પ્રેમિકા સાથે વાત કરતો હતો જેની સાથે વાત કરવા ફરી દબાણ કર્યું હતું અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જેમાં પવને ચપ્પુના ઘા ઝીંકી જરદારને રહેંસી નાખ્યો હતો. હત્યા બાદ પવન સુરતથી ટ્રેનમાં બેસી વતન જતો રહ્યો હતો. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments