Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માળિયા તાલુકાના જુથળ ગામે ખેતરેથી પરત ફરી રહેલા ખેડૂત ગાડા સહિત નદીના પ્રવાહમાં ખાબકતાં ખેડૂત અને બન્ને બળદના મોત થયા છે. ખેડૂત અને બળદના મોત થતાં જુથળ ગામમાં શોક વ્યાપી ગયો છે. માળીયા હાટીનાના જુથળ ગામે વોંકળામાં બળદ ગાડું ખાબક્યું હતું. આ ઘટનામાં એક ખેડુત અને બે બળદના મોત નિપજ્યા છે. વાડી વિસ્તારમાં પુલની સાઇડની કિનારીઓ તૂટી ગઈ હોય આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે જુથળ ગામના ખેડૂત કડવાભાઈ ભાદરકા પોતાના ખેતરેથી બળદ ગાડું લઈને ગામ તરફ આવી રહ્યા હતા. આ સમયે અતિશય વરસાદના કારણે નદીની અંદર પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હતો. તેથી બળદનો પગ કિનારા પર આવી જતા લપસી ગયો હતો અને આખું બળદ ગાડું નદીના પાણીના પ્રવાહમાં તણાયું હતું. આ ઘટનાથી જુથળ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે ગામ લોકોએ મામલતદારને આ પુલ તાત્કાલિક રીપેર કરવા માટે અને ઊંચો બનાવવા માટે ઘણા સમયથી માંગ કરી રહ્યા છે પરંતુ પ્રશાસન તરફથી પુલને ગંભીરતાથી ન લેતા આ દુર્ઘટના ઘટી છે.

હાલ તો ખેડૂત કડવાભાઈના મૃતદેહની માળીયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે રાહદારીઓને રસ્તો પસાર કરવો મુશ્કેલ બન્યું છે. બીજી તરફ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો માટે ખેતરેથી આવ જા કરવું જોખમી બની રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
