Homeગામનાં ચોરેસોનાની માંગમાં થયો વધારો, ETF માં આવ્યું મોટાપાયે રોકાણ, જાણો ભાવ

સોનાની માંગમાં થયો વધારો, ETF માં આવ્યું મોટાપાયે રોકાણ, જાણો ભાવ

Team Chabuk-Vishesh Desk: શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે લોકો સોનામાં રોકાણ કરવા તરફ વળ્યા છે. તેનુ અનુમાન ફેબ્રુઆરી મહિનામાં ગોલ્ડ ETFમાં કરાયેલા રોકાણને જોઈને સ્પષ્ટ થઈ જાય છે. ફેબ્રુઆરી પહેલા જ્યાં રોકાણકારોએ સતત 3 મહિના સુધી ગોલ્ડ ETF માંથી ઉપાડ કર્યો હતો. જ્યારે સોનાના ભાવમાં થોડી નરમાઈના કારણે ફેબ્રુઆરીમાં તેમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રોકાણકારોએ ફેબ્રુઆરીમાં 165 કરોડ રુપિયાનું રોકાણ કર્યું છે. જ્યારે જાન્યુઆરીમાં તેમાંથી 199 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.

ભારતીય મ્યૂચ્યુઅલ ફંડ સંઘના આંકડા મુજબ રોકાણકારોએ ડિસેમ્બર 2022માં ગોલ્ડ ઈટીએફમાંથી 273 કરોડ રુપિયા અને નવેમ્બરમાં 195 કરોડ રુપિયા ઉપાડ્યા હતા. જોકે, ઓક્ટોબરમાં ગોલ્ડ ETFમાં રૂ. 147 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

પીટીઆઈએ મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના વરિષ્ઠ એનાલિસ્ટ કવિતા કૃષ્ણનને ટાંકીને લખ્યું છે કે ફેબ્રુઆરીમાં જ્યાં મોટાભાગના બજારોમાં રોકાણકારોમાં રોકાણ પાછું ખેંચી લેવાનું વલણ જોવા મળ્યું છે. બીજી બાજુ ભારતીય બજારમાં તેનાથી વિપરીત ગોલ્ડ ઇટીએફમાં જંગી રોકાણ જોવા મળ્યું છે. તેનું મુખ્ય કારણ સોનાના ભાવમાં સામાન્ય સુધારો છે. જ્યારે પણ કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે ઇટીએફની માંગ વધે છે.

લગ્નની સિઝનમાં વધી ફિઝિકલ સોનાની માંગ

ભારતીય બજારમાં સોનાની માંગ લગ્નની સિઝન પર આધારિત રહે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી 2023માં તેની માંગમાં સુધારો થયો છે. સ્થાનિક સોનાના ભાવમાં 3 ટકાનો ઘટાડો અને લગ્નની સિઝને તેમાં મદદ કરી છે. જ્યારે જાન્યુઆરીમાં સોનાની આયાત 32 મહિનાના નીચલા સ્તરે પર આવી માત્ર 11 ટન રહી હતી.

શું ભાવ 54,000 રૂપિયાથી નીચે આવશે ?

અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિઓને કારણે તાજેતરના સમયમાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે તેની કિંમત 1800 ડૉલર પ્રતિ ઔંસ સુધી આવી ગયું છે. જ્યારે ગયા મહિને તે 1960 ડૉલર પ્રતિ ઔંસની ઊંચાઈએ પહોંચ્યો હતો. તેની કિંમતમાં હવે 7 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં તેની કિંમત ઘટીને 55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે, જે 58,826 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments