Team Chabuk-Sports Desk: આવતીકાલે રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) આઈપીએલની ફાઈનલ (ipl final) મેચ રમાવાની છે. આઈપીએલમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સની (gujarat titans) ટીમ ફાઈનલમાં પહોંચી છે. ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચતાં ખાસ કરીને ગુજરાતી ક્રિકેટ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ટાઈટન્સના સમર્થનમાં જૂનાગઢમાં આવેલા ગિરનાર રોપ-વેનું (girnar ropeway) સંચાલન કરતી કંપની ઉષા બ્રેકોએ મહત્વની જાહેરાત કરી છે.
ઉષા બ્રેકો દ્વારા સંચાલિત રોપ-વેને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, જો રવિવારે આઈપીએલની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ વિજેતા બનશે તો સ્ટેડિયમમાં બેસીને મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકિટ બતાવશે તો તેને રોપ-વેની સવારી વિનામૂલ્યે કરાવવામાં આવશે.
આ અંગે ઉષા બ્રેકો કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે જણાવ્યું છે કે,આઇપીએલની ફાઈનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સિઝનમાં ફાઈનલમાં પહોંચી છે. ત્યારે રોપ-વે દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના મુજબ જો ગુજરાત ટાઈટન્સ આઈપીએલની ફાઈનલ મેચ જીતે તો જે કોઈ પણ વ્યક્તિ સ્ટેડિયમમાં ટિકીટ સાથે આઇપીએલ જોવા ગયા હશે તે ટિકીટ બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા મફતમાં રોપ-વેની સફર કરાવાશે.
ઉષા બ્રેકો દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે. એટલે કે સ્ટેડિયમની ટિકીટ ધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવી ફ્રિમાં રોપ-વેની સફર માણી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
