Team Chabuk-Gujarat Desk: રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ઉદધાટન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારનાર છે. જે અન્વયે સુરક્ષાનાં ભાગ રૂપે રાજકેાટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ “માલવાહક વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ બસો, (એસ.ટી. બસ સિવાય) ડાયવર્ટ કરવા માટે તા.૨૮/૦૫/૨૦૨૨ ના સવારે ૦૬-૦૦ કલાક થી ૧૫-૦૦ સુધી ટ્રાફીક ડાયવર્ટ કરવાનો હુકમ કરેલ છે. ડાયવર્ટ કરાયેલા રૂટની માહિતી નીચે મુજબ છે.
૧ ) ગોંડલ થી ભાવનગર તરફ જતા માલવાહક વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર વાહનો, એસ.ટી.બસ સિવાય) ગોંડલ થી ડાયવર્ટ કરી મોટાદડવા-કાનપર-સાણથલી– વાસાવડ– બાબરા થઈ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.
૨) રાજકોટ થી ભાવનગર તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શીયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર વાહનો, એસ.ટી. બસ સિવાય) સરધારથી ડાયવર્ટ કરી ભાડલા – કમળાપુર- જસદણ – ખાનપર – બાબરા થઈ ભાવનગર તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.
૩) વિંછીયાથી ગોંડલ તરફ જતા માલવાહન વાહનો, મોટા વાહનો, ભારે વાહનો, કોમર્શિયલ વાહનો, (ખાનગી ટ્રાવેલ્સ બસો, પેસેન્જર વાહનો, એસ.ટી. બસ સિવાય) લાલાવદર થી ડાયવર્ટ કરી કડુકા – કમળાપુર – ભાડલા – સરધાર – કોટડાસાંગાણી થઈ ગોંડલ તરફ જાય તે રીતે વાહનો ચલાવવા.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ – ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે. તેમ રાજકોટ જિલ્લાનાં કલેકટર અરૂણ મહેશ બાબુની યાદીમાં જણાવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત