Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાનુ ઊના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને આ ચર્ચા 40 રૂપિયાના દારૂ ઝડપવા બાબતે શરૂ થઈ છે. દિવ નજીક આવેલા ઊના તાલુકામાં અવાર-નવાર દારૂ ઝડપાતો રહે છે. દારૂ વેચવાની ફરિયાદ અને બાતમીના આધારે પોલીસે આવા અનેક બુટલેગરોને જેલના સળિયા ગણતા કરી દીધા છે. તેમજ બુટલેગરો પાસેથી લાખો રૂપિયનો પણ અનેકવાર જપ્ત કર્યો છે. તાજેતરમાં જ એક આવી જ બાતમીના આધારે પોલીસે રેડ કરી પરંતુ આ રેડ દરમિયાન પોલીસે માત્ર 40 રૂપિયાનો દારૂ મળ્યો.
ગીર સોમનાથ જિલ્લાની ઊના પોલીસે રેડ કરીને 40 રૂપિયાના દારૂ સાથે એક શખ્સની અટકાયત પણ કરી હતી. બાતમીના આધારે પોલીસની ટીમ સાંજના સમયે ઊનાના ખારા વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં પહોંચી હતી. પોલીસ એ આશંકાએ ગઈ હતી કે ઘટનાસ્થળે બે-પાંચ લોકો હશે અને અંગ્રેજી દારૂની બોટલો પણ હોઈ શકે છે. જો કે, તમામ તૈયારી સાથે ગેયેલી પોલીસને ત્યાં આવું કશું મળ્યું ન હતું. બાતમીના સ્થળે માત્ર એક શખ્સ હતો. આ શખ્સ પાસેથી પોલીસને એક થેલી મળી હતી જે થેલીમાંથી દેશી દારૂની અન્ય બે થેલી મળી આવી હતી. આ બાબતે પોલીસે શખ્સની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી.
ઊના પોલીસના બે કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાને તેમને બાતમી મળી હતી કે ખારા વિસ્તારમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે. આ વાતની ખરાઈ કરીને પોલીસે રેડ પાડી હતી. જો કે, ત્યાં જતાં પોલીસને દારૂના મોટાપાયે વેચાણની જગ્યાએ એક શખ્સ જ મળ્યો હતો. જેની તપાસ કરતાં તેની પાસેથી દેશી દારૂની થેલીઓ મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં શખ્સે દારૂ વેચતો હોવાનું કબૂલ્યું હતું જેને લઈને પોલીસે આ શખ્સ વિરૂદ્ધ કાયકાદીય કાર્યવાહી શરૂ કરી છે. રેડ દરમિયાન શખ્સ પાસેથી અન્ય કોઈ મુદ્દામાલ પણ મળ્યો ન હતો જેથી પોલીસે દારૂની કિંમત 40 રૂપિયા આંકીને ફરિયાદ દાખલ કરી હતી.
ઊનાની આ ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો પોલીસના વખાણ કરી રહ્યા છે કે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ કરી અને દારૂ વેચનારા શખ્સને ઝડપી લીધો. જો કે, બીજી તરફ કેટલાક લોકો આરોપ લગાવ્યો છે કે, પોલીસ માત્ર નાની માછલીઓને જ પકડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત