Team Chabuk-National Desk: તેલંગણાની સરકાર કોવિડ મહામારી દરમ્યાન પોતાના અધિકારીઓને ખાસ સુવિધા આપવાના કારણે વિવાદોમાં આવી ગઈ છે. સરકારે 32 એડિશનલ કલેક્ટરો માટે લક્ઝરી કાર ખરીદી છે. વિપક્ષ દ્વારા આરોપ લગાવાવમાં આવ્યો છે કે 32 કાર ખરીદવા માટે 11 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. કોરોનાકાળમાં આવો માતબર ખર્ચો જોતા કોંગ્રેસ અને વિપક્ષે કેસીઆર સરકારનું નાક દબાવી દીધું છે.
કિયા કંપનીની 32 લગ્ઝરી કાર તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના નિવાસસ્થાન પ્રગતિ ભવન પહોંચી કે વિપક્ષ કોંગ્રેસ અને ભાજપે વિરોધ કરવાનું શરું કરી દીધું. દાવો છે કે એક કારની કિંમત 25 લાખ રૂપિયા છે. આ તમામ કાર જિલ્લાનાં કલેક્ટરો માટે ખરીદવામાં આવી છે.
આ પગલાંનો વિરોધ નોંધવતા બીજેપીના પ્રવક્તા કૃષ્ણ સાગર રાવે આ સમગ્ર ખરીદીને સરકારી ખજાનાની અપરાધિક લૂંટ કરાર આપી હતી. તેમણે એ આરોપ પણ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી આ બધું નોકરશાહોને ખૂશ કરવા માટે કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, ‘‘મુખ્યમંત્રી કેસીઆર કેવી રીતે એડિશનલ કલેક્ટરો માટે 32 લાખની લગ્ઝરી કાર પાછળ 11 કરોડ રૂપિયાનાં ખર્ચને યોગ્ય ઠેરવી શકે છે? કોરોના સંકટની વચ્ચે આ પગલું પણ વિચારી શકાય તેવું નથી. રાજ્યના નાણામંત્રી હરીશ રાવે હાલમાં જ જણાવ્યું કે કોરોના લોકડાઉનના કારણે સરકારી તિજોરી તળિયાઝાટક થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં કોરોડો રૂપિયાની લગ્ઝરી કાર ખરીદવાની પરવાનગી આપવી વળી કયો તુક્કો છે?’’
કૃષ્ણ સાગર રાવે સરકારને મંતવ્ય આપ્યું હતું કે લગ્ઝરી કાર ખરીદવાની જગ્યાએ હોસ્પિટલમાં ખાટલાઓ વધારવા અને ગરીબોને મફતમાં ઈલાજ કરાવવા જેવા કામ કરી શકાયા હોત. તેમણે આ નિર્ણયને તુરંત પરત લેવાની પણ માગણી કરી છે. ભાજપ સિવાય વિપક્ષી કોંગ્રેસે પણ સરકારના આ પગલાંને ગેરવ્યાજબી ઠેરવ્યું છે.
કોંગ્રેસ પ્રવક્તા શ્રવણ દસોઝુએ કહ્યું કે, ‘‘ટીઆરએસ સરકાર અને મુખ્યમંત્રી કેસીઆર સામાન્ય જનતાના રૂપિયા સાચવવામાં પૂરી રીતે ગેરવ્યાજબી ઠર્યા છે. આ રીતે તો કેસીઆર પહેલાથી જ ચાર લાખ કરોડ રૂપિયાના દેવાના ડુંગર તળે દબાયેલા તેલંગણાને વધારે દેવામાં ફસાવી રહ્યા છે. એ પણ એવા વખતે જ્યારે પ્રદેશ કોરોના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એવામાં કેસીઆર 32 લગ્ઝરી કાર ખરીદવાનું દુસાહસ કેવી રીતે કરી શકે. જે ડેપ્યુટી કલેક્ટરોને કાર આપવામાં આવી રહી છે તેમની પાસે પહેલાથી જ કાર છે. એ પણ સારી એવી કન્ડિશનમાં. આ કારને ખરીદવાનો શું અર્થ? તેઓ આ કારને લઈને કલેક્ટરોને લોભાવવા માગે છે. જેથી તેઓ તેમના કુશાસન પર મૂકદર્શક બનીને રહે. અમને લાગે છે કે કેસીઆર સરકારની કાર કંપની અને ડિલરની સાથે સાઠગાંઠ છે.
તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૈસા એના નથી, પણ એ માત્ર જનતાના પૈસાના સંરક્ષક છે. હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ સામે આવ્યો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત