Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં એક દંપતીનું કમકમાટીભર્યું મોત થયું. દંપતીનું મોત થતાં તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી. તો અકસ્માતની ગોઝારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં પણ ગમગીની છવાઈ હતી.
ગીરસોમનાથ જિલ્લામાં વેરાવળ-તાલાલા રોડ પર કાર ચાલક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને મોપેડમાં સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા દંપતી મોપેડ પરથી ફંગોળાઈ ગયું હતું અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું જેમાં ઘટનાસ્થળે જ બંનેનું મૃત્યું થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, મોપેડના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. તો કાર નંબર GJ32K7999નું બોનેટ તૂટી ગયું હતું. કાર અને મોપેડની હાલત જોઈને પણ અકસ્માતની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે.

મળતી માહિતી મુજબ મૃતક દંપતી વેરાવળના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. દંપતીના મૃત્યુના સમાચારથી મૃતકના પરીવારજનોમાં અરેરાટી મચી જવા પામી હતી. સામે બાજુ અકસ્માત અંગે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત