Team Chabuk-National Desk: ફિલ્મ શોલે એક કિસ્સો છે. ફિલ્મમાં નાયક પોતાની નાયિકા માટે પાણીની ટાંકી પર ચઢી જાય છે. પ્રેમને પામવા માટે તે નાટક કરે છે. આ કિસ્સા જેવો જ એક કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો છે. જો કે, અહીં પાણીની ટાંકીની જગ્યાએ વીજ પોલ છે અને પ્રેમિકા કોઈ યુવતીની જગ્યાએ ‘દારૂની બોટલ’ છે. બંને કિસ્સામાં સામ્યતા એ છે કે, ફિલ્મમાં નાયકને પોતાનો પ્રેમ મળે છે અને રિયલ કિસ્સામાં દારૂ ત્યારે જ તે થાંભલા પરથી નીચે ઉતરે છે. અને દારૂની બોટલ બીજુ કોઈ નહીં પરંતુ ખુદ પોલીસ જ આપે છે !
મધ્યપ્રદેશના ગુના શહેરના નાનાખેડી બજાાર દરવાજા વિસ્તારમાં આ ચોંકાવનારી ઘટના બની. અહીં એક વ્યક્તિએ સમગ્ર વિસ્તારને માથે લીધો ! પોતે એક વીજળીના થાંભલા પર ચઢી ગયો એટલું જ નહીં કુદી જવાની ધમકી આપી દારૂની માગણી કરી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પહેલાં તો પોલીસે તેને ધમકાવ્યો, ડરાવ્યો, શાંતિથી વિનંતી પણ કરી. જો કે, આ મહાશય ટસના મસ ન થયા, આમ આખરે પોલીસે ઝુકવું પડ્યું અને એક બોટલ દારૂની લઈ આવવી પડી. દારૂની બોટલ આપીને મહામહેનતે તેને થાંભલા પરથી નીચે ઉતારાયો.
યુવકને અચાનક થાંભલા પર ચઢેલો જોઈએ આસપાસના લોકો ભયભીત થયા હતા કે, ક્યાંક આ યુવક પડી જશે અને જો વીજળીના તારને અડી જશે તો તેનું મૃત્યું પણ થઈ શકે છે. પોલીસ પહોંચી તો તેમને પણ આ જ વીચાર આવ્યો. વાતોથી ન માતના આખરે પોલીસને તેના સુધી દારૂની બોટલ પહોંચાડવી પડી. દારૂની બોટલ પોતાની પાસે પહોંચતા જ તે પોલ પરથી થોડો નીચે ઉતર્યો અને પોલની બાજુમાં આવેલી દુકાનની છત પર ચઢી ગયો. અને ત્યાંજ દારૂ પીવા લાગ્યો !
અંદાજે બે કલાક સુધી આ ડ્રામા ચાલ્યો. દારૂ ન આપવા પર વારંવાર તે થાંભલા પરથી કુદી જવાની ધમકી આપી રહ્યો હતો. યુવક પોલ પરથી ઉતરતા જ પ્રજા અને પોલીસ બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી હતી. જો કે, યુવક માનસિક રીતે બીમાર હોવાનું સામે આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત