Team Chabuk-Entertainment Desk: મહારાષ્ટ્રના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે સોમવારે (28 નવેમ્બર) ઇતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું. વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઋતુરાજે શિવા સિંહને એક ઓવરમાં સાત સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા, જે લિસ્ટ-A ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી મોંઘી ઓવર હતી. અગાઉ 2018માં ફોર્ડ ટ્રોફીમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટના બ્રેટ હેમ્પટન અને જો કાર્ટર સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સના વિલેમ લુડિકની ઓવરમાં આટલા રન બનાવ્યા હતા.
ભારતીય બેટ્સમેનોમાં યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી એક ઓવરમાં છ છગ્ગા ફટકારતા જોવા મળ્યા હતા. પરંતુ ઋતુરાજ ગાયકવાડે રેકોર્ડમાં સુધારો કરીને આ બંને કરતાં એક ડગલું આગળ નીકળી ગયો હતો. ઋતુરાજ ગાયકવાડની ઈનિંગ જોઈને ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ મજાક કરી કે ઋતુરાજ ગાયકવાડ તેમ છતા બેટ્સમેન જેઠાલાલનો રેકોર્ડ તોડી શક્યો નથી.
જેઠાલાલ એ હિટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિલીપ જોશી દ્વારા ભજવવામાં આવેલ એક કાલ્પનિક પાત્ર છે. એક એપિસોડ દરમિયાન, જેઠાલાલે દાવો કર્યો હતો કે તેણે એક ઓવરમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે જેઠાલાલને પૂછવામાં આવ્યું કે આ કેવી રીતે થયું તો તેણે કહ્યું કે ઓવરમાં બે નો બોલ પણ નાખવામાં આવ્યા હતા, જેના પર તેણે સિક્સ પણ ફટકારી હતી. જેઠાલાલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત