Homeગુર્જર નગરીગીર સોમનાથઃ સુત્રાપાડાના બાવળ સ્ટેશનથી વાવડી ગામ જતો માર્ગ બનાવવા માગ, આંદોલનની...

ગીર સોમનાથઃ સુત્રાપાડાના બાવળ સ્ટેશનથી વાવડી ગામ જતો માર્ગ બનાવવા માગ, આંદોલનની ચીમકી

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના સુત્રાપાડામાં બાવળ સ્ટેશનથી વાવડી ગામ જતો રસ્તો અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપ છે કે, વારંવાર રજૂઆત કરવા છતા સ્થાનિકોની સમસ્યાનો કોઈ ઉકેલ આજ સુધી નથી આવ્યો. જેને લઈને તંત્રને જગાડવા ફરી એકવાર ગામલોકએ મળીને સુત્રાપાડા મામલતદારને આવેદન આપ્યું હતું અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવવા રજૂઆત કરી હતી.

ગામલોકોનું કહેવું છે કે, વાવડીથી જતો ડામર રોડ મોરાસા, ચગિયા, ઉભરી, પશ્નાવડા, થરેલીથી પ્રાંચી સુધી 12થી 15 ગામને જોડે છે. હાલ આ રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય છે. બાવળ સ્ટેશનથી વાવડી ગામ પુરું થાય ત્યાં સુધી તો રસ્તો ખાડામાં છે કે ખાડામાં રસ્તો છે તેની પણ ખબર નથી પડતી. જો વરસાદ હોય તો આ રસ્તામાં પાણી ભરાય જાય છે જેથી ફરજિયાત પાણીમાંથી પસાર થવું પડે છે.

ઓછામાં પૂરું રસ્તાની બંને સાઈડ દબાણ થયેલું હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોની માગણી છે કે, આ દબાણ દૂર કરી, રસ્તો પહોળો કરી, રસ્તાની બંને સાઈડ મોટી ઉંડી ગટર બનાવવામાં આવે જેથી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવી શકે. સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો હવે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

Girsomnath Road

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments