Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ધોળકાની સીમમાંથી મળેલા મહિલાના મૃતદેહ અંગે ભેદ ઉકેલાયો છે. કાલુપુર પોલીસે આ કેસમાં મહિલાના પતિ સહિત 4 આરોપીને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વ્યસની પત્નીએ પહેલાં ઝઘડો થતા પતિને છરી મારી દીધી હતી. ત્યારબાદ પતિએ તેના મિત્રો સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું અને મોકો મળતા જ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.
આરોપી મોસીમુદ્દીન ઉર્ફે મોહસીન શેખે તેના મિત્રો સાથે મળી તેની પત્ની નઝમા શેખને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પણ ચારેય આરોપીએ પ્રયાસ કર્યો.
રિક્ષાચાલક આરોપી તેની પત્ની નઝમા શેખ વચ્ચે થોડા સમયથી ઝઘડો થતો હતો. પત્ની નઝમા વ્યસનની કુટેવ હોવાથી પતિ મોસીમુદ્દીન સાથે અવારનવાર ઝઘડો કરતી હતી અને 31 માર્ચના રોજ નશામાં રહેલ નઝમાએ તેના પતિ મોસીમુદ્દીન હાથમાં છરી મારી દીધી હતી. જે બાદ પત્નીને પતિ મારશે તેના ડરથી પાંચ વર્ષની દીકરીને લઈ ઘરેથી નીકળી ગઈ હતી. ઝઘડા બાદ નઝમા વાસણા રહેતી તેની મિત્રના ઘરે રહેવા જતી રહી હતી. 2 એપ્રિલે આરોપીએ પત્નીની મિત્રના ઘરે જઈ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. આરોપ છે કે, નઝમાની હત્યા અને મૃતદેહના નિકાલ કરવામાં કરવામાં તેની મિત્ર ગૌરીએ પણ સાથ આપ્યો હતો.
દાવો છે કે, ગૌરીના ઘરે જ્યારે નઝમા ગાઢ નિંદ્રામાં ઉંઘી રહી હતી ત્યારે જ તેનો પતિ ગૌરીના ઘરે આવ્યો હતો અને તકિયાથી નઝમાનું મોઢું દબાવી દીધું હતું. અન્ય આરોપીઓએ મહિલાના હાથ પગ પકડી રાખ્યા હતા. ગૂંગણામણના કારણે મહિલાના શ્વાસ રોકાઈ ગયા હતા.

હત્યા બાદ આરોપીઓ નઝમાનો મૃતદેહને રિક્ષા લઈ જઈ નિકાલ કર્યો હતો. કોઈને શંકા ન જાય તેના માટે મૃતક નઝમાની આસપાસ ગૌરી અને એક અન્ય મહિલા બેસી ગઈ હતી. ધોળકા સીમ રોડ પર મૃતદેહનો નિકાલ કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત