Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયા પર ચમકવાની લ્હાયમાં યુવાનો પોતાના જીવને જોખમમાં નાખતા સ્હેજ પણ નથી અચકાતા. બસ તેમનો તો માત્ર ફોલોઅર્સ, લાઈક્સ અને કોમેન્ટ્સ જ દેખાય છે. આવો જ એક કિસ્સો જામનગરમાં બન્યો પરંતુ પોલીસે તેમને કાયદાનો પાઠ ભણાવી માફી મગાવી.
જામનગરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાંક યુવક-યુવતીઓ જાહેર રસ્તા પર ગરબે ઘૂમી રહ્યા છે. વીડિયો જોઈને જાણે એવું લાગી રહ્યું છે કે યુવક-યુવતીઓ ગરબે નથી ઘૂમી રહ્યા પરંતુ રિલ્સ બનાવવા આંધળા બની અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે.
જામનગરઃ રસ્તા પર ગરબા કરનારાને પોલીસે કરાવ્યું નિયમોનું ભાન, પોલીસે કરી અટકાયત#Jamnagar #Apnujamnagar #Garba #ગરબા #Jamnagarpolice #GarbaGroup #RoadSafety pic.twitter.com/kc9uNC2gTs
— thechabuk (@thechabuk) July 25, 2023
જો કે, રોડ શેફ્ટીના નિયમોના ભંગ બદલ પોલીસે તમામને કાયદાનું ભાન કરાવી દીધું. ગરબા સંચાલક અને કોરિયોગ્રાફરની પોલીસે અટકાયત કરી લીધી હતી.આ અંગે જામનગરના તમામ નાગરિકો અને યુવા વર્ગને અપીલ કરાઈ હતી કે, સસ્તી પ્રસિધ્ધિ મેળવવાની ઇચ્છામાં કાયદાનું ઉલ્લંઘન ન કરશો નહીં તો જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. સોશિયલ મીડિયાના ઉપયોગ વખતે તમામ નિયમોનું પાલન કરવા પણ પોલીસે અપીલ કરી હતી.

મહત્વનું છે કે તાજેતરમાં જ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં ફૂલ સ્પીડે પૈસાદાર બાપના દીકરાએ 10 નિર્દોશ લોકોને કચડી નાખ્યા હતા. જ્યારે ઈસ્કોન બ્રિજ પર અગાઉથી થયેલા અકસ્માતને જોવા લોકો ટોળે વળ્યા હતા ત્યારે જ નબીરાની કાર તેમના પર ફરી વળી હતી. જે બાદ પોલીસે નિયમો તોડનારા વિરુદ્ધ લાલ આંખ કરી છે. પછી તે ડ્રાઈવિંંગ સીટ પર બેઠા હોય કે રસ્તામાં આવી રીતે લોકો માટે અડચણરૂપ બની રહ્યા હોય.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ