Team Chabuk-Natonal Desk: દેશમાં લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો છે. ચાર તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અનેક દિગ્ગજોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ફોર્મ ભર્યું છે. જો કે, રસપ્રદ વાત એ છે કે, નરેન્દ્ર મોદીની કોમેડિયન સામે શ્યામ રંગીલાએ ફોર્મ ભર્યું છે. PM મોદીની અદ્દલ મિમિક્રી કરીને કટાક્ષના ચાબખા મારનારો કોમેડિયન શ્યામ રંગીલા.
શ્યામ રંગીલા મૂળ રાજસ્થાનના હનુમાનગઢનો શ્યામ રંગીલા ખાસ કરીને BJP તથા PM મોદી સામે જનોઇવઢ ઘા જેવી તીખી-તમતમતી કોમેડીથી અગાઉ ચર્ચા જગાવી ચૂક્યો છે.
શ્યામ રંગીલા ‘X’ પર ટ્રેન્ડિંગ છે. શ્યામ રંગીલાનું ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યું. એટલે કે હવે જો 2 દિવસમાં કોઇ નવાજૂની ન થાય. તો બનારસનાં EVMમાં નરેન્દ્ર મોદીની સાથે શ્યામ રંગીલાનું નામ પણ જોડાઈ જશે.
અગાઉ શ્યામ રંગીલાએ કહ્યું કે, “ભારતની લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. હું ચૂંટણી લડી રહ્યો છું તેનું એક કારણ છે. તાજેતરમાં જે કંઈ સુરતમાં થયું, જે ચંદીગઢમાં થયું. જે ઈન્દોરમાં થઈ રહ્યું છે, મને લાગે છે કે તે ત્યાં ન થાય. જો કોઈ વ્યક્તિ કોઈની વિરુદ્ધ મત આપવા માંગે છે, તો તેને મત આપવાનો અધિકાર છે, ઓછામાં ઓછું કોઈનું નામ EVM પર હોવું જોઈએ, પરંતુ મને ડર છે કે ક્યાંક ત્યા પણ આવું ન થાય. સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જવાથી મોટી અસર પડશે.”
કોમેડિયન શ્યામ રંગીલાએ પણ પોતાની વીડિયો પોસ્ટમાં કહ્યું હતું કે, વારાણસીના લોકો મને બોલાવી રહ્યા છે. મને ઘણો પ્રેમ મળ્યો છે. જ્યારે મેં આની જાહેરાત કરી અને તે પછી મને લોકો તરફથી જે પ્રેમ મળ્યો ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો.”
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા