Team Chabuk-Gujarat Desk: ગોંડલ તાલુકાના મોવિયામાં એક ગજબ ઘટના બની છે. અહી રાત્રીના સમયે ટ્રેક્ટર અચાનક જ રસ્તા પર ચાલવા લાગ્યું હતું. મોવિયા શ્રીનાથગઢ રોડ પર આવેલ પંચરની દુકાન પાસે રાખેલ ટ્રેકટર ડ્રાઈવર વગર ચાલુ થઈ રોડ પર ચાલતું જોવા મળ્યું હતું. મોવિયાથી ગોંડલ તરફ 500 ફૂટ ટ્રેકટર ચાલ્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.
મોવિયા શ્રીનાથગઢ રોડ પર ખોડિયાર પંચર નામની દુકાન ધરાવતા યોગેશભાઈ ગેવરિયાનું પોતાનું ટ્રેકટર દુકાન પાસે રોજિંદા પાર્કિંગ કરીને ઘરે જતા રહે છે. ગત રાત્રે 11:45 વાગ્યા આસપાસ ટ્રેકટર ડ્રાઈવર વગર અચાનક ચાલુ થયું હતું અને દુકાનથી ટ્રેકટર ગોંડલ તરફ ચાલતું થયું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ડ્રાઈવર વગર ટ્રેકટરને રોડ પર નીકળતા બે બાઈકસવાર અને એક ટ્રકચાલકે નજરે નિહાળ્યું હતું. ટ્રેકટર યોગેશભાઈની દુકાનથી ગોંડલ તરફ 500 ફૂટ સુધી ચાલ્યું હતું.
આ અંગે યોગેશભાઈ ગેવરિયાએ જણાવ્યું હતું કે, રોજ ટ્રેકટર મારી દુકાન પાસે હોઈ છે. હું વહેલી સવારે રોજિંદા ખેતરે જતો હોઈ છું. આજે પણ સવારે ખેતરે જવા નીકળ્યો, ત્યારે ટ્રેકટર ત્યાં જોવા મળ્યું નહોતું. આજુબાજુમાં તપાસ કરતા દુકાનથી 500 ફૂટ દૂર એક થાંભલા પાસે ટ્રેકટર ઉભું હતું. થોડીવાર તો વિચારમાં પડ્યો કે ટ્રેકટર અહીંયા પાર્કિંગ કર્યું હતું, તો અહીં સુધી કેમ આવ્યું? તે બાદ સામે આવેલ પરાગ મારબલના CCTV ચેક કરતા કંઇક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. યોગેશભાઈ ગેવરિયા મોવિયા ગામના વતની છે અને ખેતીકામ અને પંચરની દુકાન ધરાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
