Team Chabuk-Entertainment Desk: ઉર્ફી જાવેદ (Urfi Javed) સતત વિવાદોમાં રહે છે. ઉર્ફી અવારનવાર તેના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ત્યારે ઉર્ફી જાવેદે હવે એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં બિગ બોસ ઓટીટી ફેમના આઉટફિટને જોઈને લોકો પણ હેરાન થઈ ગયા છે. આ વખતે ઉર્ફીએ ભોજનની પ્લેટ અને જ્યુસના ગ્લાસ પાછળ પોતાના અંગોને છુપાવવાની કોશિશ કરી છે.
ઉર્ફી જાવેદ આ વીડિયોમાં ટોપલેસ બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં તેણે એક હાથમાં પ્લેટ પકડી છે, અને બીજા હાથમાં જ્યુસનો ગ્લાસ છે. તેની સાથે ઉર્ફીએ તેના ગળામાં સુંદર નેકલેસ પહેર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જબરદસ્ત રીતે અલગ-અલગ પોઝ આપી રહી છે. વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “નાસ્તો.” ઉર્ફી જાવેદના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઉર્ફી જાવેદ ટ્રોલ થઇ
ઉર્ફી જાવેદને તેના આ નવા વીડિયો માટે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીમાં જોવા મળી હતી. જો કે ઉર્ફી જાવેદને એક અઠવાડિયાની અંદર શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી, પરંતુ તે બિગ બોસના ઘરમાં જેટલા દિવસો રહી હતી તેટલા દિવસો સુધી તેના આઉટફિટના લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. ઉર્ફી તેના અનોખા આઉટફિટ આઈડિયાને કારણે આજે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ