Homeગામનાં ચોરેLeena Nagwanshi: તુનિષા શર્મા બાદ વધુ એક સોશિયલ મીડિયા સ્ટારે કરી આત્મહત્યા,...

Leena Nagwanshi: તુનિષા શર્મા બાદ વધુ એક સોશિયલ મીડિયા સ્ટારે કરી આત્મહત્યા, બે દિવસ પહેલાં જ ક્રિસમસ પર બનાવી હતી રિલ્સ

Team Chabuk-National Desk: ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા બાદ વધુ એક સોશિયલ મીડિયા સ્ટારે આત્મહત્યા કરી લીધી છે. છત્તીસગઢના રાયગઢમાં સોશિયલ મીડિયા સ્ટાર 22 વર્ષીય લીના નાગવંશીએ (Leena Nagwanshi) આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે. લીના નાગવંશીએ હજુ 3 દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર ક્રિસમસ રીલ બનાવીને અપલોડ કરી હતી. પરંતુ ત્યારે હવે તેણે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતાં પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી.

છત્તીસગઢના રાયગઢમાં રહેનારા એચ.આર. નાગવંશી હાલમાં અંબિકાપુરમાં વરિષ્ઠ સહકારી નિરીક્ષક તરીકે કાર્યરત છે. નાગવંશીની 2 પુત્રીઓ અને 1 પુત્રમાં સૌથી નાની લીના B.Com બીજા વર્ષની વિદ્યાર્થિની હતી. તે આ વખતે પરીક્ષા આપવાની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે લીના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય હતી. ત્યાં તેના 10 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે ઘણી બધી રીલ્સ બનાવતી હતી. તે પોસ્ટ પણ કરતી હતી. બે દિવસ પહેલા તેણે ક્રિસમસ પર રીલ પણ બનાવી હતી. જે લોકોને ખૂબ પસંદ આવી હતી. લીના નાગવંશી યુટ્યૂબ પર પણ સક્રિય હતી. તેની એક યુટ્યૂબ ચેનલ પણ છે.

સોમવારે રોજની જેમ જ તે ઘરમાં હતી. તેની માતા બજારમાંથી પરત ઘરે ફર્યા ત્યારે લીના પોતાના રૂમમાં દેખાઈ ન હતી. ત્યારબાદ માતાએ લીનાને બુમ પાડી હતી પરંતુ કોઈ પ્રત્યુતર મળ્યો ન હતો. જેથી લીનાની માતા અગાશી પર ગયા હતા.. ત્યારે તેનો દરવાજો બહારથી બંધ હતો. લીનાને અવાજ આપ્યા પછી પણ તેનો કોઈ જવાબ આવ્યો નહોતો. તેથી માતાને શંકા ગઈ હતી. તેની માતાએ ગમે તે રીતે દરવાજાને ખોલ્યો હતો. પછી તે અગાશીમાં ગઈ હતી, પરંતુ ત્યાં જઈને જોયું તો માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. અગાશી પર પાઈપમાં ચૂંદડીના સહારે લીના નાગવંશીનો મૃતદેહ લટકી રહ્યો હતો.

લીનાને આ સ્થિતિમાં જોઈને માતા હેરાન થઈ ગયા હતા અને બુમો પાડવા લાગ્યા હતા જેથી આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા. ત્યારબાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. તેના પિતા એચ.આર. નાગવંશીને આ પછી જાણ કરવામાં આવી હતી. તેના ભાઈ-બહેનને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. બધાને મોડું થવાથી તેના અંતિમ સંસ્કાર થયા નહોતા.

તો બીજીબાજુ, પોલીસ આ વિશે તપાસ કરી રહી છે કે આખરે લીનાએ આત્મહત્યા કરી કેમ? હાલ તો આ અંગેની કોઈ જ પ્રકારની જાણકારી સામે આવી નથી. પરંતુ પોલીસે લાનીનો ફોન ઘટનાસ્થળેથી જપ્ત કરી લીધો છે. પોલીસ આ કેસમાં દરેક એન્ગલથી તપાસ કરી રહી છે.

લીનાના પરિવારજનોએ તેના મૃતદેહને નીચે ઊતારી લીધો હતો. કારણ કે તેમને લાગ્યું હતું કે લીના હજુ જીવતી છે. પોલીસને જાણ કર્યા પછી પોલીસ ત્યાં પહોંચી હતી. ત્યારે તેમણે લીનાના મૃતદેહને નીચે જોયો હતો. છત્તીસગઢ પોલીસના સબ ઈન્સ્પેક્ટર ઈંગેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે, તેઓને 1 વાગ્યાની આસપાસ આ અંગેની મહિતી માળી હતી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ત્યાંના જિલ્લાની હોસ્પિટલમાં મોકલ્યો છે. પોસ્ટમોર્ટમ પછી જ તેના મોતનું કારણ બહાર આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments