Homeગુર્જર નગરીગોંડલ: ભાગેલી પુત્રીને પ્રેમી સાથે પકડી અમદાવાદથી ગોંડલ લાવ્યા અને યુવકનું ધારદાર...

ગોંડલ: ભાગેલી પુત્રીને પ્રેમી સાથે પકડી અમદાવાદથી ગોંડલ લાવ્યા અને યુવકનું ધારદાર હથિયારથી કાસળ કાઢી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: ગોંડલમાં એક હત્યાએ ચકચાર મચાવી મૂકી છે. પ્રેમી સુનીલ પોતાની પ્રેમિકાની સાથે રફુચક્કર થઈ ગયો હતો. યુવતીના પરિવારજનો તેને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા અને તે અમદાવાદથી હાથ લાગ્યો હતો. યુવતીના પરિવારજનો પહેલા તેને સમજાવીને ગોંડલ લાવ્યા હતા અને પછી ગોંડલની પંચપીરની જગ્યા પાસે ધારદાર હથિયાર વડે તેનું કાસળ કાઢી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે પણ શકમંદોની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADV

ત્રણ વાગ્યાની આસપાસ ગોંડલની પંચપીર ધારની પાસે રહેતા અને છૂટક મજૂરી વ્યવસાય સાથે સંકળાયેલા 23 વર્ષીય સુનીલ સોલંકીને તેની પાડોશમાં રહેતા લોકોએ જ રહેંસી નાખ્યો હતો. તેના પર છરી, હોકી સ્ટીક અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો, આ જીવણેલ હુમલામાં સુનીલને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું મોત થયું હતું. પોલીસે હત્યારાઓને પકડવા તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા હતા અનમે રૂરલ ક્રાઈમ બ્રાંચે સમીર ફિરોઝ શામદાર અને તેના બે ભાઇઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

ADV

મળતી માહિતી મુજબ સુનીલ તેમના પાડોશી ફિરોઝ શામદારની સગીર પુત્રીને અમદાવાદ ભગાડી ગયો હતો. બેઉંને સમજાવી પહેલા ગોંડલ લાવવામાં આવ્યા હતા. ગોંડલ પહોંચ્યા બાદ પંચપીરની ધાર પાસે હથિયાર વડે હુમલો કરી સુનીલનું ઢીમ ઢાળી દીધું હતું. આ કરપીણ હત્યામાં સગીરાના માતા પિતાનો પણ હાથ હોવાની શંકા હોય, પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ આદરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments