Team Chabuk-Gujarat Desk: વડોદરાના આશિકનો એક અનેરો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તે પરિણીતા સાથે પહેલા જ પ્રેમસંબંધમાં હતો પણ પછી તેની પુત્રી ઉપર પણ તેણે ડોળો માંડ્યો હતો. આ પરિણીત પ્રેમીએ પ્રેમિકાની પુત્રીની છેડતી કરતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, પુત્રી સાથે છેડતી થઈ તેની માતાને પહેલા તો કશી જ ખબર નહોતી, પણ એક દિવસ પુત્રીએ તેના પ્રેમીનો ભાંડો ફોડી આખી હકીકત કહી, તો માતા ચોંકી ગઈ હતી.

ઘટનાની વિગતો કંઈક એવી છે કે, પરિણીત મહિલાના વેવિશાળ વર્ષ 1999માં થયા હતા. તેમને બે પુત્રીઓ છે. લગ્નજીવનમાં ગૃહકંકાસ રહેતા પરિણીતા પોતાના પિતાને ત્યાં રહે છે. જેમાં 13 વર્ષની કિશોર પુત્રી તેમની સાથે જ્યારે 21 વર્ષની યુવાન પુત્રી તેના પિતાને ત્યાં રહે છે.

એવામાં સોશિયલ સાઈટ ફેસબુકના મારફતે તેઓ હોટલ રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અર્જુનસિંહ રાઠોડના સંપર્કમાં આવ્યા હતા. પ્રથમ મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી. અર્જુનનો પણ કોર્ટમાં પત્નીને લઈ કેસ ચાલી રહ્યો હતો. જેથી તે હવે પરિણીત પ્રેમિકાને ત્યાં રહેવા લાગ્યો હતો. તેણે પ્રેમિકાને વાયદો કર્યો હતો કે પત્નીને કોર્ટમાં છૂટાછેડા આપ્યા બાદ તેની સાથે લગ્ન કરી લેશે. પરિવારમાં ઉષ્માભર્યો સંબંધો હતા. પરણિત પ્રેમિકાની પુત્રી પણ અર્જુનસિંહ રાઠોડને પપ્પા કહીને સંબોધતી હતી.

પણ પાસા ઉલટા પડી ગયા. કોર્ટમાં પત્નીની સામે ચાલતા કેસનો સુખદ ઉકેલ આવ્યો અને 2020ની સાલમાં અર્જુનને તેની પત્ની સાથે સમાધાન થઈ ગયું હતું. પરણિત પ્રેમિકાએ પણ તેમને રાજીખુશીથી છૂટા કર્યા હતા અને કહ્યું હતું કે, તમે તમારી પત્ની સાથે રહેવા જઈ શકો છો.

થોડા દિવસો પછી પરણિત મહિલા અર્જુનસિંહ અંગેની વાત કરતા બહેનપણીની સામે આર્તનાદ કરી રહ્યા હતા. તેઓ રડતા હતા ત્યારે તેમની વાત તેમની 13 વર્ષની પુત્રી પાછળ ઉભી સાંભળી ગઈ હતી. તેમની પુત્રીએ તેમની માતાને જણાવ્યું હતું કે, કેવી રીતે અર્જુનસિંહે તેની સાથે દોઢ વર્ષ પહેલા છેડછાડ કરી હતી. પુત્રીની વાત સાંભળ્યા બાદ તેની માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વધારે એક ઘટસ્ફોટ કરતા તેણીએ જણાવ્યું હતું કે, અર્જુનસિંહની અનુપસ્થિતિમાં અર્જુનના ભાઈ નિકુલસિંહે પણ પુત્રીને ફટાકડા લઈ દેવાના બહાને કારમાં લઈ ગયો હતો અને ત્યાં અશ્લીલ વીડિયો બતાવી તેની સાથે છેડછાડ કરી હતી.

ફરિયાદમાં વધુ એક એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, અર્જુનસિંહના પિતાએ પણ તેને ગલુડિયા રમાડવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતા. સાથે જ પરિણીતાની પુત્રીને અર્જુનના ભાઈ નીકુલ અને પિતા પ્રતાપે ધમકી આપી હતી કે, જો તે કોઈને આ અંગે કહેશે તો તારી મમ્મીનું ગળું દબાવી મારી નાખીશું. હાલ આ સમગ્ર ઘટના અંગે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત