Team Chabuk-Gujarat Desk: સાગર ડાંગર નામના એક આંખે દૃષ્ટીહીન યુવકે પ્રથમ તો સગીરાને સોશિયલ મીડિયા મારફતે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં અપહરણ કરી લેતા સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી. ચાર ચાર મહિનાથી સગીરાને લઈ નાસતા ફરતા આ શખ્સને પકડવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા, પણ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો.

અંતે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આ અપહરણના ગુનાની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PSI ટી.એસ. રીઝવી અને સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢી કેસનો અંત લાવ્યો હતો.

રાજકોટના શાપર-વેરાવળમાં રહેતો સાગર ડાંગર સોશિયલ મીડિયા મારફતે સગીરાના સંપર્કમાં આવ્યો હતો. દસ દિવસની અંદર જ તેણે પોત પ્રકાશ્યું હતું અને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને તેને લલચાવી અપહરણ કરી ગયો હતો. પરિવારજનોએ આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી પણ ચાર મહિના સુધી એક આંખે દૃષ્ટીહીન સાગર અને સગીરાનો પત્તો લાગ્યો નહોતો.

આખરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ પાસે કેસ જતા તેમણે ગણતરીના સમયમાં આ બંનેને શોધી કાઢ્યા હતા. સાગરની વિરૂદ્ધ IPC 363,366 હેઠળ ગુનો નોંધાયો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે કોલ ડિટેલના આધારે ઝીણવટપૂર્વક તપાસ કરી હતી અને બંનેને શોધી કાઢ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત