Homeગુર્જર નગરીઆનંદોઃ અદાણી ગેસે CNG અને PNGના ભાવમાં કર્યો ઘટાડો, આટલા ભાવ ઘટ્યા

આનંદોઃ અદાણી ગેસે CNG અને PNGના ભાવમાં કર્યો ઘટાડો, આટલા ભાવ ઘટ્યા

Team Chabuk-Gujarat Desk: ગેસના ભાવને લઈને રાહતના અને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં અદાણી ગેસે CNG અને PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. CNG ગેસમાં કિલોએ 8.13 રૂપિયા અને PNGના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. CNGના ભાવ ઘટતાં રીક્ષા ચાલકોને મોટી રાહત મળશે. સાથે જ PNGના ભાવ ઘટતા ગૃહિણીઓને પણ રાહત મળશે. ભાવ ઘટાડો આજે 8 એપ્રિલથી લાગુ થશે.

મહત્વનું છે કે, CNG-PNG જેવા પ્રાકૃતિક ગેસના ભાવમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે પ્રાકૃતિક ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને ગુરુવારે મંજૂરી આપી હતી. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે, અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ – હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ યુકે અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી. આ નિર્ણયથી બે દિવસમાં એટલે કે શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે તેવા સમાચાર સામે આવ્યા હતા. PNGની કિંમતમાં 10%નો ઘટાડો થવાની આશા વ્યક્ત કરાઈ હતી. તે જ સમયે સીએનજીની કિંમત લગભગ 6 થી 9% સુધી નીચે આવશે તેવું જણાવાયું હતું. ત્યારે અદાણી ગેસે પોતાના ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે.

whatsapp

તાજેતોજા ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments