Homeગુર્જર નગરીચેતવણીરૂપ કિસ્સોઃ રાજકોટમાં ઘરમાં રમી રહેલો બાળક અનાજની કોઠીમાં પડી જતાં મોત

ચેતવણીરૂપ કિસ્સોઃ રાજકોટમાં ઘરમાં રમી રહેલો બાળક અનાજની કોઠીમાં પડી જતાં મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં રમી રહેલા બાળકનું અનાજ ભરવાની કોઠીમાં પડી જતાં ગુંગળાઈને મોત થયું છે. 9 વર્ષના બાળકનું મોત થતાં માતા-પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે. બાળકના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

ઘટનાની વિગતે વાત કરીએ તો, રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલી શિવાજીનગર શેરી નંબર-5 રહેતો અને બીજા ધોરણમાં અભ્યાસ કરતો મિત નામનો બાળક શનિવારે ઘરે એકલો હતો. તાવ આવતો હોવાથી પરિવારજનોએ મિતને સ્કૂલે નહોતો મોકલ્યો. સાથે જ શનિવારના રોજ તેના પિતા પટેલ નગરમાં મજૂરી કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે કે માતા પણ અન્ય લોકોના ઘરકામ કરવા માટે રામનાથ પરા વિસ્તારમાં ગયા હતા. પરિવાર જ્યારે પરત ફર્યો ત્યારે ઘરની અંદર મિત ક્યાંય જોવા મળ્યો નહોતો. જેના કારણે સાંજના સાડા ચાર વાગ્યા બાદ ઉષાબેન સહિતના પરિવારજનો દ્વારા મિતની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પણ જગ્યાએ મિત જોવા ન મળતા આખરે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે મિતના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

રાત્રિના બાર વાગ્યાની આસપાસ સીસીટીવી ફૂટેજ ચેક કરતા મિત જેવો બાળક અન્ય કપડામાં દેખાતા મિતે કદાચ કપડાં બદલ્યા હશે તેવું પરિવારજનોને લાગ્યું હતું. ત્યારે અનાજની કોઠીમાં તપાસ કરવામાં આવતા પરિવારજનોને ખ્યાલ આવ્યો કે જે મિતને કલાકોથી તેઓ બહાર શોધી રહ્યા છે તે અનાજની કોઠીમાં ઊંધા માથે પટકાયો છે. ત્યારે પરિવારજનો દ્વારા તાત્કાલિક અસરથી મિતને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે મિતને મૃત જાહેર કર્યો હતો.

 ઉષાબેન બારૈયા અને જયેશભાઈ બારૈયાના પરિવારમાં સંતાન તરીકે એક માત્ર આઠ વર્ષ અને 11 મહિનાનો મિત જ હતો. તેનાથી નાની ચાર વર્ષની પુત્રી છે. અનાજ ભરવાની કોઠીમાં મિતનો મૃતદેહ જોતાં જ માતાના મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments