Team Chabuk-Gujarat Desk: દેશમાં કોરોના વાઈરસનો કહેર તો જારી છે જ પણ મહારાષ્ટ્ર અને ગુજરાત તેના અજગર ભરડામાં આવી ગયા છે. ગુજરાતમાં રોજ સાત હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. સ્થિતિ એવી થઈ પડી છે કે હોસ્પિટલમાં ખાટલાઓ નથી મળી રહ્યા. હવે આ મુશ્કેલ સમયમાં ધાર્મિક સ્થળો મદદ કરવા માટે આગળ આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે વડોદરાની જહાંગીરપુરા મસ્જિદને કોવીડ સેન્ટરમાં તબ્દિલ કરી દેવામાં આવી છે.
Gujarat: Amid a surge in COVID cases, Vadodara’s Jahangirpura Masjid converted into a 50-bed COVID facility
— ANI (@ANI) April 20, 2021
“Due to oxygen & beds shortage, we decided to convert it into COVID facility. And what’s better than the month of Ramadan to do it,” says mosque trustee (19.06) pic.twitter.com/MRqxAN1WBm
જહાંગીરપુરા મસ્જિદના સંચાલકે હોસ્પિટલમાં ખાટલાઓ ઓછા પડતા આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે મસ્જિદમાં લોકોનો જીવ બચાવવા સિવાયની કોઈ મોટી પ્રાર્થના ન હોય શકે. જહાંગીરપુરા મસ્જિદના સંચાલક ઈરફાન શેખે કહ્યું કે, આ સંકટનો સમય છે. આ મુશ્કેલ સમયમાં સરકારને ઘેરવાની જગ્યાએ તમામને મદદ માટે આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે હાલ મસ્જિદમાં નમાજ પઢવામાં નથી આવતી. બીજી બાજુ કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા હોસ્પિટલમાં ખાટલાઓ ઓછા પડી રહ્યા છે. એવામાં અમે મસ્જિદને જ કોવીડ સેન્ટરમાં ફેરવી નાખી છે. હાલ અહીં 50 બેડ ઓક્સિજનની સાથે લગાવવામાં આવ્યા છે.
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી
તેમણે વધુમાં કહ્યું કે, મારું માનવું છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને સૌએ આ સંકટની સાથે મળીને લડવું જોઈએ. સરકાર પર આક્ષેપ લગાવવાથી સારું છે કે લોકોનો જીવ બચાવવાની દિશામાં સહયોગ કરવામાં આવે. આ જ અલ્લાહની ઈબાદત છે. આનાથી વધારે કોઈ મોટી ઈબાદત ન હોય શકે.
દારૂલ ઉલૂમમાં પણ 120 ખાટલાઓની વ્યવસ્થા
જહાંગીરપુરા મસ્જિદ સિવાય દારૂલ ઉલૂમમાં પણ 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્થાના સંચાલકોએ મળીને આ વ્યવસ્થા ઊભી કરી છે. દેશના અન્ય ભાગોમાંથી પણ આવા સમાચારો સામે આવી રહ્યા છે. જ્યાં હવે ધાર્મિક સ્થળોને કોવીડ સેન્ટરમાં ફેરવીને જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હાઈકોર્ટની સરકારને ફટકાર
જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોતા હાઈકોર્ટે રૂપાણી સરકારને ફટકાર લગાવી છે. સૌથી વધારે દર્દીઓ અમદાવાદ, વડોદરા, સુરતમાં છે. આ શહેરોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. અમદાવાદના હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળે છે. જે રીતે રાજ્યની સરકાર કોરોના સામે લડી રહી છે તેનાથી હાઈકોર્ટ સંતુષ્ટ નથી. હાઈકોર્ટે અગાઉ પણ રૂપાણી સરકારને ફટકાર લગાવતા કહ્યું છે કે, રાજ્ય સરકારે સમય રહેતા તેમના મંતવ્યો પર કાર્ય ન કર્યું. ગંભીર સ્થિતિ સામે લડવા માટે કોઈ યોગ્ય પગલું ભર્યું નહીં. જેના કારણે હાલત ભયાનક થઈ ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત