Team Chabuk-Tech Desk: ભારતમાં કરોડો લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાંથી મોટાભાગના યુઝર્સને એ નથી ખબર કે તમારી પ્રોફાઈલ કોણે ચેક કરી છે તે જાણી શકાય છે. ફેસબુકે આ ફીચર 2018માં જ જાહેર કરી દીધુ છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે મર્યાદીત લોકો જ જાણે છે.
ફેસબુક પર તમે સરળ રીતે તમારી પ્રોફાઈલમાં આવેલા લોકો વિશે માહિતી મેળવી શકો છો. જો કે ક્યા સમયે તમારી પ્રોફાઈલમાં જે-તે વ્યક્તિ આવ્યો તે જાણી શકાતું નથી. આ ફિચરથી માત્ર તમને તમારી પ્રોફાઈલ જોનારા લોકો વિશે માહિતી મળશે.
તમારી પ્રોફાઈલના વિઝિટર્સ માટે તમારે કોઈ થર્ડપાર્ટી એપ્લીકેશનનો ઉપયોગ નથી કરવાનો. ઉપરાંત તમારે આ ફિચરના ઉપયોગ માટે રૂપિયા પણ નથી ખર્ચવાના. iOS યૂઝર્સ માટે આ રીત સાવ સરળ છે જ્યારે એન્ડ્રોઈડ યુઝરને આ ફિચરના ઉપયોગ માટે ડેસ્કટોપની જરૂર પડશે.
iOS વિઝટર્સ અંગે કેવી રીતે માહિતી મળશે ?
iOS યુઝર્સ ફેસબુકના આ ફિચરને પ્રાઈવેસી સેટિંગમાં જઈને જોઈ શકે છે. આ ફિચરના ઉપયોગ માટે iOS યુઝર્સે પોતાનું ફેસબુક ઓપન કરવાનું છે. ફેસબુક ઓપન કર્યા બાદ યુઝર્સે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં પ્રાઈવસી શોર્ટકર્ટનું ઓપ્શન જોવા મળશે. અહીં Who viewed my profile પર ક્લીક કરી તેની જાણકારી મેળવી શકે છે.
એન્ડ્રોઈડ યુઝર્સ કેવી રીતે માહિતી મેળવી શકશે ?
એન્ડ્રોઈડ એપ પર આ પ્રકારનો કોઈ વિકલ્પ અપાયો નથી. જેથી યુઝર્સે પ્રોફાઈલ વિઝિટર્સની જાણકારી મેળવવા માટે ડેસ્કટોપ પર ફેસબુક ઓપન કરવું પડશે. અહીં સરળતાથી આ વિગત જાણી શકાશે.
ડેસ્કટોપ પર ફેસબુક ઓપન કર્યા બાદ યુઝર્સે અહીં એકાઉન્ટના હોમપેજ પર જવાનું છે. હોમપેજ પર રાઈટ ક્લીક કર્યા બાદ View page source વિકલ્પ પર ક્લીક કરવાનું છે.
વ્યૂ પેજ સોર્સ પર ક્લીક કર્યા બાદ હોમપેજનો સોર્સ કોડ ઓપન થઈ જશે. જેમાં યુજર્સે BUDDY_ID સર્ચ કરવાનું છે. BUDDY_ID આગળ નામ પણ લખ્યું હશે જેમણે તમારી પ્રોફાઈલ ચેક કરી હશે. આ ઉપરાંત ફેસબુક યુઝર્સ BUDDY_IDને facebook.com/profile ID (BUDDY_ID 15-digit code)ને આ પ્રમાણે નવા URLમાં ઓપન કરીને પણ પ્રોફાઈલ વિઝિટર અંગે માહિતી મેળવી શકો છો. BUDDY_ID 15 આંકડાનો કોડ હોય છે.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત