Team Chabuk-Entertainment Desk: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન બની રહેલી ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટીસ’ પર દિલ્હી હાઈકોર્ટમાં રોકની માગણી કરતી અરજી થઈ છે. સુશાંત સિંહ રાજપૂતના પિતાએ જ આ અરજી દાખલ કરી ફિલ્મ પર રોક લગાવવા માગણી કરી છે. આ અરજી પર સુનાવણી કરતાં કોર્ટે ફિલ્મ મેકર્સને નોટિસ મોકલી છે અને આ જવાબ માગ્યો છે.
અરજીમાં સુશાંતના પિતાએ રજૂઆત કરી છે કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે એવામાં ફિલ્મના રિલીઝ થવા પર કેસ પર નેગેટિવ અસર પડી શકે છે.અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સુશાંતની અંગત જીંદગી સાથે જોડાયેલી કોઈ પણ ફિલ્મની સાક્ષી પર અસર પડી શકે છે. આ ઉપરાંત લોકોની જે ધારણાં છે તે પણ બદલી શકે છે. ફિલ્મમાં જો કઈ પણ ખોટું દર્શાવાયું તો લોકો જે આ કેસ વિશે વિચારી રહ્યા છે તે વિચાર બદલાઈ જશે. આમ પણ આ કેસ બહું સેન્સેટિવ છે અને હજુ તપાસ પણ પુરી નથી થઈ. હવે કોર્ટને મેકર્સના જવાબની રાહ છે ત્યારબાદ વધુ સુનાવણી હાથ ધરાશે.
ફિલ્મમાં કોણ-કોણ છે ?
ફિલ્મ ‘ન્યાય: ધ જસ્ટીસ’નું દિગ્દર્શન દિલીપ ગુલાટીએ કર્યું છે. સુશાંતની ભૂમિકા ઝુબેર કે ખાન ભજવી રહ્યો છે. ફિલ્મમાં સુશાંતનું નામ મહેન્દ્ર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રેયા રિયા ચક્રવર્તીનું પાત્ર ભજવી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું છે જેમાં જોઈ શકાય છે કે, સુશાંતના મૃત્યુ પહેલાની પણ કેટલીક ઘટનાઓ છે. સુશાંતના પિતાના પાત્રમાં અસરાની જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શક્તિ કપૂર અને કિરણ કુમાર પણ ટીઝરમાં જોવા મળી રહ્યા છે.
રિપોર્ટ મુજબ ફિલ્મ બનાવવા માટે મેકર્સે સુશાંતના પરિવારની મંજૂરી પણ નથી લીધી. બીજી તરફ ફિલ્મ મેકર્સે કહ્યું હતું કે, સુશાંતનો કેસ પબ્લિક ડોમેનમાં છે એટલે મંજૂરીનો કોઈ સવાલ જ નથી. મેકર્સ 11 જૂને સુશાંતને શ્રદ્ધાંજલિ પાઠવવા ફિલ્મ રિલીઝ કરવાનું આયોજન કરી રહ્યા છે. બીજી તરફ ટીઝર રિલીઝ થયા બાદ સુશાંતનો પરિવાર ખુબ નારાજ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત