Team Chabuk-Gujarat Desk: રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. જેના કારણે અધ્યાપકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી અધ્યાપકોને જે પડતર પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવ્યું છે. તારીખ 1-1-2006 થી યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા જેનું પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી 3 હજાર અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ (CAS) નો લાભ મળશે. આ ઉપરાંત સીએએસની પરીક્ષા અને હીન્દીની પરીક્ષાના નિર્ણયને દૂર કરવામાં આવ્યો છે. જેનો લાભ નિવૃત તથા હયાત અધ્યાપકોને મળશે.
સાતમા પગાર પંચમાં શિક્ષણ વિભાગના 1-2-19 ના ઠરાવની શરત 8 દૂર કરવામાં આવી છે. તેનાથી હવે તેમને સીએએસનો લાભ મળશે. સળંગ નોકરીના નિયમના કારણે અધ્યાપકો પ્રિન્સિપાલ થઈ શકતા ન હતા તે હવે પ્રિન્સિપાલ થઈ શકશે. જેના કારણે લગભગ 3 હજાર જેટલા અધ્યાપકોને સીધો ફાયદો થશે. નિવૃત અધ્યાપકો જે સેવા આપી રહ્યા છે તેમને સાતમા પગાર પંચના લાભો તાત્કાલિક અસરથી આપવામાં આવશે. 1-2-19 પહેલાં સળંગ નોકરીમાં જોડાવવાની કાર્યવાહી કરવામાં આવતી હતી તે જ કાર્યવાહી કરવાની રહેશે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ, ગુજરાતના અધ્યાપકોના અલગ-અલગ મંડળના પડતર પ્રશ્નો રાજ્ય સરકારની ચર્ચામાં હતા તેનું નિરાકરણ આવી ગયું છે. મને આનંદ છે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ હંમેશા સંવેદનશીલ લોકોના અને વ્યાજબી નિયમના પ્રશ્ન અને બતાવવા માટે સૂચના આપી છે. ત્યારે ખૂબ મહત્વના કહી શકાય એવા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત