Homeગુર્જર નગરીજૂનાગઢઃ બે મહિના પહેલાં ગુમ થયેલા યુવકની હત્યા થયાનો ખુલાસો, ખામધ્રોળ પાસે...

જૂનાગઢઃ બે મહિના પહેલાં ગુમ થયેલા યુવકની હત્યા થયાનો ખુલાસો, ખામધ્રોળ પાસે બાવળના ગાઢ જંગલમાંથી મળ્યા અવશેષ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢથી બે મહિના પહેલાં ગુમ થયેલા યુવાનની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રેમ સંબંધમાં યુવતીના પિતરાઈ ભાઈઓએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તપાસમાં આરોપીઓએ પુરાવાઓનો નાશ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બે મહિના પહેલાં જૂનાગઢથી સંજય ચૌહાણ ગુમ થયો હતો. ઝાંઝરડા ગામ પાસેથી એક તળાવમાંથી સંજયની બાઈક મળી હતી. જો કે, સંજયનો કઈ પતો નહતો લાગ્યો. જે બાદ સંજયના પિતા મહેન્દ્ર ચૌહાણે પુત્ર ઘરેથી ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. તેના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, સંજય અવારનવાર ઘરેથી જતો રહે છે અને એક-બે મહિને પરત ફરે છે. મહેન્દ્ર ચૌહાણની ફરિયાદને આધારે પોલીસે મૃતક યુવાન સંજય ચૌહાણની કોલ ડિટેઈલ તપાસી હતી. કોલ ડિટેઇલનો વિગતવાર અભ્યાસ કરી બે શખ્સો અજીત રમેશ કોળી અને સંજય તેમજ દીપા નામની યુવતીની પૂછપરછ કરી હતી. મૃતક સંજય ચૌહાણ આ તમામ લોકોના સતત સંપર્કમાં હતો.

અજીત રમેશ કોળીને પૂછપરછમાં કોઇ હકીકત જણાવી ન હતી. પરંતુ આરોપી અજીતની આકરી પૂછપરછ કરતા અંતે સમગ્ર ઘટનાની ઉપરથી પડદો ઉંચકાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક સંજય ચૌહાણને આરોપીની પિતરાઈ બહેન દીપા સાથે પ્રેમસંબંધ હતો અને તેને મળવા અવારનવાર આવતો હતો. આ પ્રેમ સંબંધનો અંત લાવવા માટે સંજય ચૌહાણને ઘણી વખત સમજાવવામાં આવ્યો હતો પરંતુ બંને વચ્ચે છેલ્લા ચાર મહિનાથી પ્રેમ સંબંધનો અંત ન આવતા આશરે બે મહીના અગાઉ આરોપી અજીત, સંજય દાહોદવાળો અને સંજયના ભાણેજે સંજય ચૌહાણની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે આરોપીઓએ મોઢું ખોલ્યું તો પોલીસ પણ ચોકી ઉઠી હતી.

coop surat

આરોપીએ સંજયની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દીધો હતો. કોઈને જાણ ન થાય તે માટે આરોપીએ ખામધ્રોળ ચોકડીથી આગળ લોલ નદીના પુલ પાસે આવેલા બાવળના ગાઢ જંગલને મૃતદેહના નિકાલના સ્થળ તરીકે પસંદ કર્યું હતું. પોલીસે આરોપીઓએ જાણાવેલી જગ્યાએ પણ પહોંચી હતી જ્યાંથી સંજયના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. હાલ પોલીસે સંજયના અવશેષોને એફએસએલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ આ કેસમાં અન્ય કોઈ આરોપી જોડાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments