Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ફરી એકવાર ખાનગી શાળાની મનમાની સામે આવી છે. ફી માટે ખાનગી સ્કૂલ સંચાલકોની વૃતિના કારણે એક બાળકે આપઘાતનો નિર્ણય કરી લીધો. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના થતાં બચી ગઈ. વિદ્યાર્થીએ સ્કૂલમાં ચેક આપવા છતાં સંચાલકોએ રોકડા રૂપિયાની માગણી કરી અને પરીક્ષા આપવા ન દીધી. પરિણામે વિદ્યાર્થી નાસીપાસ થયો અને કૂવામાં પડી જઈ આપઘાત કરી લેવાનો વિચાર આવ્યો.
સાતડા ગામના વિદ્યાર્થીનો પોતાના પિતા સાથેનો ઓડિયો વાઇરલ થયો છે.. જેમાં વિદ્યાર્થીએ પોતાના પિતાને કૂવામાં પડી આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. વિદ્યાર્થીએ એક દુકાને પહોંચી દુકાનદાર પાસેથી મોબાઈલ લઈ પોતાના પિતાને ફોન કર્યો હતો અને કૂવામાં પડવાની વાત કરી હતી. જો કે, બાળકના પિતાએ દુકાનદારને ધ્રુવને ત્યાંજ બેસાડી રાખવા કહ્યું હતું. દુકાનદારે ધ્રુવને ત્યાં જ બેસાડ્યો ત્યાં સુધીમાં અનુભાઈ પહોંચી ગયા હતા.
પિતા-પુત્ર વચ્ચેનો સંવાદ
પિતાઃ હેલ્લો પુત્રઃ હેલ્લો..
પિતાઃ હમમ… કોણ ?
પુત્રઃ હેલ્લો.. પપ્પા હું ધ્રુવ બોલું છું…
પિતાઃ હા બોલ
પુત્રઃ પપ્પા નિલેશભાઈએ પરીક્ષામાં નથી બેસવા દીધો..
પિતાઃ કા
પુત્રઃ એ કહે છે કે રોકડી ફી લઈ આવ
પિતાઃ હા તો તારે ચેકનું ન કહેવાય ?
પુત્રઃ કીધુ
પિતાઃ પછી
પુત્રઃ તો એ કહે છે કે, રોકડી ફી લઈ આવ તો જ બેસવા દઉ..
પિતાઃ હં…હમ…હમ…
પુત્રઃ અને હવે હું કૂવામાં પડવા જઉ છું….
પિતાઃ અરે એ ધંધો ન કરતો…તું ક્યાં છો તું… ?
પુત્રઃ અત્યારે હું સુરેશભાઈની દુકાને છું
પિતાઃ હા તો ત્યાં કેમ જતો રહ્યો ?……. (પુત્ર થોડીવાર માટે કંઈ નથી બોલતો )
પિતાઃ હેલ્લો…
પુત્રઃ હેલ્લો..
પિતાઃ ત્યાં કેમ જતો રહ્યો સુરેશ ભાઈની દુકાને ? (પુત્ર ફરી થોડીવાર માટે કંઈ નથી બોલતો)
પિતાઃ હેલ્લો..
પુત્રઃ ત્યાં પણ સુરેશભાઈની દુકાને છું અત્યારે…
પિતાઃ ત્યાં શું કામ ગયો… તું સુરેશભાઈને ફોન આપ..
પુત્રઃ એ હા..
પિતાઃ સુરેશ ધ્રુવ ત્યાં આવ્યો છે ?
સુરેશઃ હા અહીં છે અને તેના કંઈક પરીક્ષાના લોચા છે. અત્યારે મારી પાસે સાચવ્યો છે..એ કહે છે કે કૂવામાં પડી જવું છે એમ..
પિતાઃ ના..ના..ના..ના… એ કંઈ ન કરવા દેતો.. હું હમણાં આવું છું.
સાતડા ગામના રહેવાસી અનુ ચાવડા નામના વાલીએ આ અંગે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. અનુ ચાવડાનો આક્ષેપ છે કે તેમનો પુત્ર ધ્રુવ સાતડા ગામમાં આવેલી સરદાર સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. સ્કૂલની ફી બાકી હોવાથી ફી લઈ આવવા માટે કહ્યું હતું જેથી 16000 રૂપિયાનો ચેક લખી આપ્યો હતો અને પુત્ર સાથે મોકલાવ્યો હતો. પુત્ર 22 તારીખે ચેક લઈને પહોંચ્યો હતો અને ત્યારે ગણિતની પરીક્ષા હતી અને ચેક આપતા શાળાના સંચાલકોએ ચેક સ્વીકારવાની ના પાડી હતી..
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા