Team Chabuk-Gujarat Desk: સમગ્ર ગુજરાતમાં ડુંગળીના પાક માટેનું હબ મહુવા ગણાય છે. ભાવનગરનું મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થાય છે. મહુવામાં આવેલા ડિહાઇડ્રેશન પ્લાન્ટના કારણે ખેડૂતોને બજાર ભાવ પણ સારો મળી રહે છે. હાલમાં મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીની સારા પ્રમાણમાં આવકો થઈ રહેલ છે. માર્ચ એન્ડીંગની રજાઓ બાદ તા.૪ એપ્રિલથી યાર્ડમાં હરરાજીનું કામકાજ ફરી શરૂ થશે.
૧૦૦ દિવસ ડીહાઈડ્રેશનનાં કારખાના ચાલુ
ખેડૂતોને યાર્ડમાં યોગ્ય ભાવ મળી રહે અને ખેડૂતોને સારી આવક થાય તે હેતુથી યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે ખેડૂતોને સંબોધીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, આ વરસે સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલ હતુ. પરંતુ ખરાબ હવામાનને કારણે ઉતારા ઘણા ઓછા આવે છે. જેથી ધારણા કરતા ડુંગળી ઓછી છે. આગામી ૧૦૦ દિવસ ડીહાઈડ્રેશનનાં કારખાના ચાલુ રહેશે. જેના માટે જરૂર હોય તેના કરતા કાંદાનો પુરવઠો ઓછો રહેશે, સાથે મહારાષ્ટ્રમાં પણ સફેદ કાંદાનો પાક ઓછો હોવાથી તેનું દબાણ પણ રહેશે નહી.
ધીરજપુર્વક વેચાણ કરવા સલાહ
ખેડુતોએ ઉતાવળ કર્યા વીના ધીરજપુર્વક કાંદા લાવવા જોઈએ જેથી ખરીદનારને પણ અનુકુળતા રહે, સારા કાંદા જેનો સંગ્રહ કરી શકાય તેમ હોય તેવા મહુવા તથા રાજુલા તાલુકાનાં ખેડુતોને સારા ભાવો મળી શકે તે માટે ઉતાવળ ન કરતા ધીરજપુર્વક વેચાણ કરવુ. ડુંગળીને આવકો મર્યાદીતપણે થશે તો ભાવો જળવાઈ રહેવા સાથે થોડા વધી પણ શકે. જેટલી ધીરજથી વેચાણ માટે લાવશો તેટલુ નુકશાનથી બચી શકાશે કારણ કે ઓછા ઉતારાને કારણે આ વખતે પડતર ઊંચી છે.

રોજ એક ટ્રેક્ટર લાવવું
મહુવા તાલુકાનાં ખેડુતોએ દરરોજ એક ટ્રેકટર વેચાણ માટે લાવવુ. એક સાથે લાવવાની જરૂર નથી. કમીશન એજન્ટોએ પણ ખેડુતો ને ધીરજ રાખવા જાણ કરવી જેથી ખેડુતો આવક અને ભાવ જોઈને પોતાના કાંદા વેચાણ માટે લાવી શકે. બજાર સમિતિ દ્વારા દરરોજ કેટલી થેલીની આવક થઈ અને વેચાણ થયા બાદ કેટલી બેલેન્સ રહેલ છે. તેની માહીતી દરરોજ વોટસેપ ઉપર આપે છે. જેથી ખેડુતોને ધ્યાનમાં આવે અને પોતાનાં કાંદાનાં વેચાણ માટે આયોજન કરી શકે.
ખેડૂત બાદ વેપારી બનવા સૂચન
ખેડુતોને સોના કરતા મોંઘી સલાહ આપતા જણાવ્યુ છે કે, આપણે ખુલ્લા આભમાં, કાળા તડકામાં અને રાત્રિનાં ઘોર અંધકારમાં ઝેરી જીવડા અને હિંસક પ્રાણીઓની વચ્ચે રહીને લોહી પરસેવો એક કરીને જમીનમાંથી અણમોલ પાક પકવીએ છીએ ત્યારે માત્ર ખળા સુધી ખેડત બનીને રહીએ ત્યારબાદ વેચાણ માટે વેપારી બનીને ધીરજ, સમજણ અને માહિતી મેળવીને દરેક પાકનું વેચાણ કરીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
