Homeગામનાં ચોરે2022ના પ્રથમ ત્રણ મહિનામાં અદાણીએ એલન મસ્ક, જેફ બેઝોસ, બિલ ગેટ્સ, વોરેન...

2022ના પ્રથમ ત્રણ મહિનામાં અદાણીએ એલન મસ્ક, જેફ બેઝોસ, બિલ ગેટ્સ, વોરેન બફેટ અને અંબાણી જેવા ધૂરંધરો કરતા પણ વધારે રૂપિયા બનાવ્યા

Team Chabuk-Business Desk: વર્ષ 2022 અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી માટે કમાણીના મામલે શાનદાર સાબિત થઈ રહ્યું છે. એશિયાના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક, એમેઝોનના જેફ બેઝોસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીને પણ ક્યાંય પાછળ છોડી દીધા છે.

કમાણીના સંદર્ભે આવેલી રિપોર્ટ મુજબ ભારત અને એશિયાના સૌથી અમીર બીજા વ્યક્તિ એવા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે નાણાંકીય વર્ષ સૌથી સારું રહ્યું છે. વર્ષના પ્રથમ ત્રણ મહિના તેમણે દુનિયાના અન્ય શ્રીમંતોની તુલનાએ વધારે કમાણી કરી છે. અહેવાલ અનુસાર ગૌતમ અદાણીની કમાણીમાં 27 ટકાનો ઉછાળો આવ્યો છે. કમાણીની જો વાત કરવામાં આવે તો 2022ની શરુઆતથી અત્યાર સુધી તેમની નેટવર્થ બે આંકડામાં વધી રહી છે. આ વૃદ્ધિની સાથે તેમની કુલ સંપત્તિ 97.6 અરબ ડોલર થઈ ગઈ છે અને શીર્ષ અરબપતિઓની સૂચિમાં તેઓ અગિયારમાં સ્થાન પર કાયમ છે.

DHOSA

ગૌતમ અદાણીએ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, રોકાણકાર વોરેન બફેટ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી કરતાં પણ વધારે સંપત્તિ બનાવી છે. અદાણીએ આ વર્ષે 21 અરબ રુપિયાની કમાણી કરી છે તો અંબાણીએ 8.24 અરબ ડોલરની કમાણી કરી છે. મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 98.2 અરબ ડોલર છે અને તેઓ શ્રીમંત ઉદ્યોગપતિની સૂચિમાં દસમાં સ્થાન પર છે. આ વચ્ચે આવેલી ફોર્બ્સની રિપોર્ટને જોઈએ તો શુક્રવારના રોજ એક એપ્રિલે અંબાણી અને અદાણીની આવક 100 અરબ ડોલરને પાર કરી ચૂકી છે. બંનેની નેટવર્થ વચ્ચે 30 કરોડ ડોલરનું અંતર રહી ગયું છે.

જોકે દુનિયાના દસ અમીર વ્યક્તિમાં આઠ અમેરિકાના છે. જ્યારે એક ભારતીય અને એક ફ્રેન્ચ છે. ભારતીય અરબપતિ મુકેશ અંબાણી દસમાં સ્થાન પર છે અને ફ્રેચમેન બર્નાર્ડ અર્નાલ્સ સૂચીમાં ત્રીજા નંબર પર છે. ફક્ત ભારતીય અરબપતિઓની વાત કરીએ તો વિપ્રોના અઝીમ પ્રેમજી 34.4 અરબ ડોલરની નેટવર્થ સાથે 36માં સ્થાન પર છે. એચસીએલના શિવ નાદર 28.9 અરબ ડોલરની નેટવર્થ સાથે 46માં સ્થાન પર. ડી માર્ટના રાધાકિશન દામાણી 20.7 ડોલર નેટવર્થની સાથે 75માં સ્થાન પર તો સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ 20.2 અરબ ડોલરની નેટવર્થ સાથે 78માં સ્થાન પર છે.

DHOSA

અરબપતિઓની આ સૂચિમાં અદાણી અને અંબાણી વચ્ચે દસમાં અને અગિયારમાં સ્થાનને લઈ લાંબા સમયથી સૂચિમાં ખેંચતાણ ચાલી રહી છે. આશ્ચર્યજનક વાત છે કે ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની સંપત્તિ અદાણી અને અંબાણી કરતા પાછળ છે. તેઓ આ સૂચિમાં 12માં સ્થાન પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments