Homeતાપણુંસુરેન્દ્રનગર કોંગ્રેસે ભાવ વધારાનો વિરોધ તેલના ડબ્બા અને રાંધણ ગેસની સ્મશાનયાત્રા કાઢી...

સુરેન્દ્રનગર કોંગ્રેસે ભાવ વધારાનો વિરોધ તેલના ડબ્બા અને રાંધણ ગેસની સ્મશાનયાત્રા કાઢી કર્યો

Team Chabuk-Political Desk: બેફામ વધી રહેલી મોંઘવારીનો વિરોધ સુરેન્દ્રનગરની કોંગ્રેસે રાંધણ ગેસ અને તેલના ડબ્બાની સ્મશાનયાત્રા કાઢી કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની કોંગ્રેસે પેટ્રોલ, ડિઝલ, ગેસ, સીએનજી અને તેલના ડબ્બાના વધી રહેલા ભાવનો વિરોધ સૂત્રોચ્ચારો બોલી કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું કે સરકારના નબળા વહિવટના કારણે હાલ મોંઘવારીના મારથી પ્રજા પીસાઈ રહી છે.

હાલ પાંચ રાજ્યોની ચૂંટણીની સમાપ્તિ પછી જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસની ટીમ દ્વારા બેફામ વધી રહેલા અને ત્રાહીમામ પોકારાવી રહેલા પેટ્રોલ-ડિઝલ, ગેસ, તેલના ડબ્બાના ભાવનો સૂત્રોચ્ચારો પોકારી જબરદસ્ત વિરોધ કર્યો હતો. કોંગ્રેસની ટીમ દ્વારા તેલના ડબ્બા અને રાંધણ ગેસની સ્મશાનયાત્રા કાઢી કૌતુકસભર વિરોધ નોંધવતા લોકો જોતા રહી ગયા હતા.

આ અંગે રૈયાભાઇ રાઠોડે જણાવ્યું કે હાલમાં યોજાયેલ ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે પેટ્રોલ – ડીઝલ રાંધણ ગેસના ભાવમાં વધારો છેલ્લાં 137 દિવસ સુધી યથાવત રખાયો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસી અગ્રણીઓની શહેર એ ડિવીઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

DHOSA

મોંઘવારીની જો વાત કરીએ તો આજ રોજ અદાણી કંપની દ્વારા સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ પાંચ રૂપિયાનો વધારો કરતા નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. જ્યારે કેટલાક શહેરોમાં સીએનજીનો ભાવ ઓલરેડી 80 રૂપિયાને પાર ચાલી રહ્યો છે.

આ સિવાય દેશભરમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 22 માર્ચના રોજ સબસિડી વિનાના ઘરેલૂ એલપીજી સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આજથી 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 2253 રૂપિયાનો મળશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments