Team Chabuk-Gujarat Desk: રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થશે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સને 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નાયબ મુખ્યમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચૂકવવામાં આવશે.
સરકારી કર્મચારીઓને જુલાઈ અને ઓગસ્ટ મહિનાના એરિયર્સની રકમ બે ભાગમાં ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના નવ લાખ કર્મચારીઓને ફાયદો થવાનો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી રાજ્ય સરકાર પર 378 કરોડ રૂપિયાનો બોજ પડશે. નીતિન પટેલે કહ્યુ કે, ઓગસ્ટ મહિનાની ચૂકવણી જાન્યુઆરી 2022માં કરવામાં આવશે.
મહત્વનું છે કે, આ પહેલા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે અન્ય રાજ્ય સરકારો પણ જાહેરાત કરી રહી છે. ગુજરાતે પણ પોતાના સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી છે. રાજ્યના 9 લાખ જેટલા સરકારી કર્મચારીઓને આ નિર્ણયથી ફાયદો થવાનો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત