Homeતાપણું‘पहले मतदान, फिर जलपान’ એવું કહેનારા જયંત ચૌધરીએ પોતે જ વોટ ન...

‘पहले मतदान, फिर जलपान’ એવું કહેનારા જયંત ચૌધરીએ પોતે જ વોટ ન નાખ્યો

Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ગુરૂવારે 10 ફેબ્રુઆરીથી મતદાનની પ્રક્રિયાનો આરંભ થયો છે. એ પૂર્વે ઉત્તર પ્રદેશના તમામ નેતાઓએ જનતાને મતાધિકારનો ઉપયોગ જરૂર કરો એવું કહ્યું હતું. આ નેતાઓમાં રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી પણ સામેલ હતા. મતદાન પહેલાનો તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેનું કેપ્શન છે – પ્રથમ મતદાન પછી જલપાન.

વીડિયોમાં જયંત ચૌધરીએ કહ્યું છે કે, ‘આજે લોકતંત્રનો ઉત્સવનો દિવસ છે. તમને સૌને નિવેદન છે કે પોતાના ઘરમાંથી બહાર નીકળો અને પોતાના મતનો ઉપયોગ કરતા તમારા હીતની સરકાર પસંદ કરો. આપની આસપાસના લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરો. વોટ દેતા પૂર્વે એક વખત વીતી ગયેલા પાંચ વર્ષને યાદ કરો. તમે એવી સરકાર પસંદ કરો જે તમારા હીતની વાત કરે. તમારા અધિકારોની રક્ષા કરે. સમાજને એકજૂટ રાખે. યુવાનોને આગળ વધવાનો અવસર પ્રદાન કરે. તેમનું સન્માન કરે. દેશ પ્રદેશના ઉત્થાન માટે કામ કરે. જય હિંદ.’

હવે મતદાતાઓને આવા શબ્દોથી વીડિયો મારફતે સ્નાન કરાવ્યા બાદ ખૂદ જયંત ચૌધરી જ વોટ કરવા નહોતા ગયા. મતદાનનો સમય પૂર્ણ થયો ત્યાં સુધીમાં તેઓ પોતાના મતદાન ક્ષેત્ર મથુરામાં નહોતા પહોંચી શક્યા. અને ન પહોંચવાનું કારણ એ છે કે જે સમયે ઉત્તર પ્રદેશ ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન શરૂ થયું, એ સમયે જયંત ચૌધરી બિઝનૌરમાં કેમ્પેનિંગ કરી રહ્યા હતા.

તેમણે એ પણ કહ્યું હતું કે પોલિંગ બુથ છ વાગ્યા સુધી ખુલ્લા છે એટલે પ્રચાર પૂર્ણ કર્યા બાદ તેઓ મથુરા પહોંચવાનો પ્રયાસ કરશે. જોકે એવું પણ કંઈ થયું નહીં. હવે ભારતીય જનતા પાર્ટીએ જયંત ચૌધરીને બરાબરના ઘેર્યા છે. અમિત માલવીયાએ ટ્વીટ કરી લખ્યું છે કે, ‘આ કેવી જવાબદારી છે કે જયંત ચૌધરી મતદાન કરવા એટલા માટે ન ગયા, કારણ કે એક ચૂંટણી રેલીમાં હતા? એ શું સંદેશ દેવા ઈચ્છે છે? શું તેમણે જીતવાનો વિચાર પહેલાથી જ ત્યાગી દીધો છે? લોકો રાલોદ માટે શું કામે વિચારે જ્યારે તેઓ મતદાન કરવા માટે પણ ગંભીર નથી?’

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments