Homeગુર્જર નગરીહે ચાબુક આ તો મધુભાઈ છે એટલે લાગે છે કે ચૂંટણી જેવું...

હે ચાબુક આ તો મધુભાઈ છે એટલે લાગે છે કે ચૂંટણી જેવું છે!

ગોવાબાપાઃ ચાબુક મેં હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ લખ્યું હતું કે આ રાજ્યસભાની ચૂંટણીઓ આવે એટલે કોંગ્રેસના ધારાસભ્યો આઘા પાછા થવા માંડે. આજે એક વિકેટ પડી. અમદાવાદના ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જો કે તેઓએ રાજ્યસભાની ચૂંટણી આવે છે એટલે રાજીનામું નથી આપ્યું. પણ વાત એવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદ મનપામાં જે ટિકિટો ફાળવી છે તેને લઈને ખેડાવાલા નારાજ છે. જો કે પક્ષે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.

મધુ શ્રીવાસ્તવ તમારી પાસેથી બીજી આશા પણ શું હોય ?

વડોદરાના વાઘોડિયાના આ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નફ્ટાઈ અને ગુંડાગીરી માટે પંકાયેલા છે. થોડા દિવસે તેમની દબંગાઈનું પ્રદર્શન કરીને ઉભા જ હોય. હવે તો પત્રકારોને ઠોકાવી દેવાની વાત મધુ શ્રીવાસ્તવ કરવા લાગ્યા છે. આજે બન્યું એવું કે તેમના પુત્રએ અપક્ષમાંથી નોંધાયેલી દાવેદારી બાદ તેઓને 3 પુત્ર હોવાથી ફોર્મ રદ કરવાનો વિવાદ ઉભો થયો હતો. જે વિશે એક પત્રકારે મધુભાઈને પ્રશ્ન પુછ્યો અને મધુભાઈએ પોતાનો અસલી રંગ દેખાડ્યો. પત્રકારને ધમકી આપતા મધુભાઈએ કહ્યું કે, હવે પૂછીશ નહીં, નહીં તો તને પતાવી દઈશ, મારા માણસોને કહીને ઠોકાવી દઈશ.

ચાબુક એક ધારાસભ્ય અને જનપ્રતિનિધિના મોઢેથી આવા વેણ સારા લાગે ખરા, હું તો કઉં છું આ ભાજપ પણ આવા દાદાગીરી ચલાવતા નેતાઓનો તમાશો જોઈ રહી છે. એક તરફ મુખ્યમંત્રી રાજ્યમાં ગુંડાઓની શાન ઠેકાણે લાવવાની વાત કરી રહ્યા છે અને બીજી તરફ એમની જ પાર્ટીના આવા નેતાઓ જાહેરમાં પતાવી દેવાની અને ઠોકાવી દેવાની વાતો કરે છે. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ગાળો ભાંડી હતી.

ગુજરાત ભાજપનું નવું સૂત્ર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપે નવું સૂત્ર બહાર પાડ્યું છે ચાબુક. સૂત્ર કઈક આવું છે ‘ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ.’ હવે આ સૂત્ર ભાજપના ચૂંટણી પ્રચારમાં ગૂંજશે.

કોંગ્રેસ લેશે સોશિયલ મીડિયાનો સહારો

ચાબુક આજના યુગમાં સૌથી સશક્ત માધ્યમ સોશિયલ મીડિયા છે હો, જો ને મારેય આ ઉંમરે ફેસબુકમાં પેજ બનાવવું પડ્યું છે. સોશિયલ મીડિયાની તાકાતની વાત અત્યારે તને એટલા માટે કરું છું ચાબુક કે આજે રાહુલ ગાંધીએ પણ આજે કોંગ્રેસની સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોતાના પગ મજબૂત કરવા માટે કોંગ્રેસે લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ જાહેર કરેલા વીડિયોમાં આ અભિયાન અંગે વાત કરી કે, આ સોશિયલ મીડિયાના યોદ્ધાની ટીમ ન્યાય માટે લડનારાની હશે. ભારતને સત્ય સામે લડી શકે તેવા અહિંસક યોદ્ધાઓની જરૂર છે. આમ કહીને રાહુલ ગાંધીએ લોકોને કોંગ્રેસના આ સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.

ઉત્તરાખંડમાં બચાવ કામગીરી ચાલુ

ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે થયેલી દુર્ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા છે. અત્યાર સુધી 24 લોકોના મૃતદેહ મળી ચુક્યા છે. 180 જેટલા લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી સતત ચાલી રહી છે. બચાવ ટીમ સામે પણ અનેક પડકારો છે. તપોવન ટનલમાં જવાનો કાદવ અને કાટમાળ હટાવીને આગળ વધી રહ્યા છે. મૃત્યુ પામેલા તમામ લોકોની આત્માને શાંતિ મળે અને ગુમ થયેલા લોકોની ભાળ મળી જાય તેવી પ્રાર્થના.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments